ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

અજિત પવાર પોતાની મરજીથી નથી ગયા’, AIMIMના પ્રવક્તાનો દાવો- ‘શરદ પવારની ચાલ છે આ’

Text To Speech

મહારાષ્ટ્રમાં શિંદે સરકારમાં અજિત પવારના સામેલ થવા પાછળ AIMIM નેતાએ આની પાછળ શરદ પવારનો હાથ હોવાનું જણાવ્યું છે. AIMIMના પ્રવક્તા સૈયદ અસીમ વકારે કહ્યું કે, અજિત પવાર પોતે ગયા નથી. શરદ પવારે પોતે જ આ જાળ ગોઠવી છે.

શું અજિત પવારને મોકલવામાં શરદ પવારનો હાથ છે?

AIMIMના પ્રવક્તાએ ટ્વીટ કર્યું, “મારું પોતાનું માનવુ છે કે અજિત પવાર પોતે ગયા નથી, શરદ પવાર જીની ઈચ્છા તેમાં સામેલ છે. પહેલા પણ આવું જ થયું હતું. શરદ પવારજીએ પોતે આ જાળ ગોઠવી છે, આમાં વજીર એ જ ચાલ ચાલશે છે, જેથી રાજા અને તેનો કિલ્લો સુરક્ષિત રહે. આ રાજકારણ છે બાબુ, આમાં થાય છે કંઈ અને જોવા મળે છે પણ કંઈક.”

અજિત પવાર મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે: સંજય રાઉત

શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના નેતા અને રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે પણ મહારાષ્ટ્રને લઈને મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, ભાજપે શિવસેનાને તોડી છે, ગઈકાલે એનસીપીને તોડી નાખી છે. કેટલાક લોકો કહેતા હતા કે તેઓ કોંગ્રેસને પણ તોડવાના છે. પરંતુ તેનાથી ભાજપને કોઈ ફાયદો થશે નહીં. મહારાષ્ટ્રના લોકો નારાજ છે અને અમે લડવા તૈયાર છીએ. આજે હું કેમેરા સામે કહી રહ્યો છું, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બદલવાના છે, એકનાથ શિંદેને હટાવવામાં આવી રહ્યા છે. અજિત પવાર મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા છે.

ભાજપે રાઉત પર કર્યો પલટવાર

સંજય રાઉતના નિવેદન પર બીજેપી નેતા અને કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ કહ્યું, “સંજય રાઉત પાગલ થઈ ગયા છે. એકનાથ શિંદે 2024 સુધી સીએમ રહેશે જ. એકનાથ શિંદે આગામી ચૂંટણી સુધી મુખ્યમંત્રી રહેશે. વિપક્ષ એક નહીં થઈ શકે. હજુ પણ વધુ નેતાઓ ભાજપમાં જોડાશે. પવાર સાહેબ માટે પાર્ટીનું નિર્માણ કરવું સરળ નથી.”

અજિત પવાર એનસીપીની બેઠકમાં ભાગ લેશે!

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)એ 5મી જુલાઈએ પદાધિકારીઓની એક મોટી બેઠક બોલાવી છે. આ બેઠકમાં અજિત પવાર પણ હાજરી આપશે. તે જ સમયે, 3 જુલાઈ, સોમવારે અજિત પવારના ઘરે એક બેઠક યોજાઈ રહી છે, જેમાં પાર્ટીના નેતાઓ સામેલ થયા છે.

આ પણ વાંચો: એકનાથની જગ્યા લેશે અજિત પવાર; મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રીને લઇને તૈયાર થઇ રહ્યો છે નવો કારસો

 

Back to top button