અજિત પવારે NCPના ખરાબ પ્રદર્શનની જવાબદારી સ્વીકારી! શું કહ્યું? જાણો
- ખરાબ પ્રદર્શનની બદલ ભાજપના ચંદ્રકાંત પાટીલને પણ જવાબદાર ઠેરવ્યા
મુંબઈ, 7 જૂન: અજિત પવારે લોકસભા ચૂંટણી 2024માં રાષ્ટ્રવાદી કોંગ્રેસ(NCP)ના ખરાબ પ્રદર્શનની જવાબદારી સ્વીકારી છે. ચૂંટણીના પરિણામો આવ્યા બાદ અજિત પવારે ગુરુવારે મંત્રીમંડળની બેઠક યોજી હતી અને ત્યારબાદ સાંજે ધારાસભ્ય દળની બેઠક યોજી હતી. આ બેઠકોમાં ચૂંટણીના પરિણામોની ચર્ચા કરવામાં આવી હતી. બેઠક બાદ તેમણે કહ્યું હતું કે, “રાજ્યમાં તેમની પાર્ટીનું પ્રદર્શન સારું નથી અને તે તેની જવાબદારી લે છે.” આ સાથે તેમણે આ માટે ચંદ્રકાંત પાટીલના નિવેદનને પણ જવાબદાર ગણાવ્યું હતું. અજિત પવારે વધુમાં કહ્યું કે, એકનાથ શિંદેની શિવસેનાને સારી બેઠકો મળી છે, તેમને 50% બેઠકો મળી છે. NDAના ખરાબ પ્રદર્શન પર તેમણે કહ્યું કે, મહારાષ્ટ્રમાં પાર્ટીઓ તૂટવાની આ પહેલી ઘટના નથી. 1978માં પણ પાર્ટીઓ આ જ રીતે વિભાજિત થઈ હતી, ત્યારે પણ મહારાષ્ટ્ર આ વાત જાણતો હતો. એટલા માટે જ્યારે પણ આપણે હારીએ છીએ ત્યારે લોકો કહે છે કે, આપણે આ કારણે હારી ગયા.”
અજિત પવારે કહ્યું કે, “આ વખતે દરેક જગ્યાએ 400 પારનો નારા લગાવવામાં આવ્યો, પરંતુ વિપક્ષી પાર્ટીએ કહ્યું કે, તેમને 400 પાર કેમ જોઈએ છે, કારણ કે તેમને બંધારણ બદલવું છે. આ કારણે જે બન્યું તે વિશે વધુ વિચારવાને બદલે, વધુ સારું છે કે આપણે જૂની ભૂલો ફરીથી ન કરીએ અને તેમાંથી શીખીને આગળ વધીએ. આજે શરદ પવાર એ વાતમાં સાચા છે કે તેઓ મારા કરતા બારામતીને સારી રીતે જાણે છે.”
વોટ શેર કેમ ઘટ્યો?
અજિતે કહ્યું કે, “બંધારણ બદલવાની વાતને કારણે પછાત વર્ગ અમારાથી દૂર ગયો. લઘુમતી સમુદાય સવારે સાત વાગ્યાથી મતદાન કરવા માટે લાઈનમાં ઊભો હતો. આવું ક્યારેય નહોતું થતું. લઘુમતીઓને લાગવા માંડ્યું કે અમને તો ભારત દેશમાંથી બહાર કાઢવાના છે, આ રીતે સમાચાર પણ ફેલાવવામાં આવ્યા. જે થયું તે સારું થયું નહીં. અમે તેને સુધારવાની કોશિશ કરીશું. મહાયુતિના અમારા સાથી પક્ષ વહેલામાં વહેલી તકે કોઈ નિર્ણય લેશે જો વિધાનસભામાં સારી જીત મળશે, આજે મે બધા MLA સાથે વાત કરી બધાએ કહ્યું કે અમે તમારી સાથે રહીશું અને પાર્ટીમાં જ રહીશું. આ એક પરિવાર છે અને આપણે આ પરિવારને આગળ લઈ જવાનો છે.
હું ચૂંટણી પરિણામોની જવાબદારી લઉં છું: અજિત પવાર
અજિત પવારે કહ્યું કે, “પવાર પરિવાર અમારો અંગત મામલો છે અને અમારે તેને મીડિયા સમક્ષ લાવવાની જરૂર નથી. જ્યાં સુધી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની વાત છે, ચૂંટણીમાં જે પણ પરિણામો આવ્યા છે તેની જવાબદારી હું સ્વીકારું છું. 4 તારીખે દેશ દ્વારા સાંજના સમયે સ્પષ્ટ હતું કે, NDAને બહુમતી મળી છે પરંતુ રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રદર્શનની વાત કરવામાં આવે તો હું આ પ્રદર્શનની જવાબદારી સ્વીકારું છું આ બેઠકમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસના મંત્રીઓ અમે મીડિયામાં જોઈ રહ્યા છીએ કે અમારા વિરોધીઓ સતત અફવા ફેલાવી રહ્યા છે કે, અમારા ધારાસભ્યો તેમના સંપર્કમાં છે, પરંતુ એવું બિલકુલ નથી.”
બારામતીના પરિણામોથી ચોંકી ઉઠ્યા
એનસીપી નેતાએ કહ્યું કે, “બારામતીમાંથી જે પરિણામો આવ્યા છે તેનાથી હું પોતે પણ આશ્ચર્યચકિત છું. મને એ પણ ખબર નથી કે હું છેલ્લા ઘણા સમયથી બારામતીમાં કામ કરી રહ્યો છું. હું બારામતીથી સાંસદ અને ધારાસભ્ય રહ્યો છું. બારામતીથી હંમેશા મને ટેકો આપ્યો પરંતુ બારામતીના લોકોએ મને સમર્થન કેમ ન આપ્યું? એકનાથ શિંદે ત્યાં બેસીને કેટલાક મુદ્દાઓ પર ચર્ચા કરશે, પરંતુ મારે તે કારણોને સમજવાની જરૂર છે જેના કારણે આપણે હાર્યા છીએ અને તે ભૂલોનું પુનરાવર્તન કરીશું નહીં જેના કારણે મારા માટે પરિણામો સારા ન આવ્યા, બારામતીમાં થયેલી ભૂલો સુધારવાનું અમારું કામ હશે, હું બારામતીના લોકો સાથે ચર્ચા કરીને જ જાણી શકીશ, કારણ કે અમે બારામતીમાં જીત્યા પણ તમામ તાલુકાઓમાં જે ઉત્સાહ હોવો જોઈએ મને દેખાયું તે દૃશ્યમાન ન હતું.”
ચંદ્રકાંત પાટીલના નિવેદનની અસર થઈ
અજિત પવારે ભાજપ નેતા ચંદ્રકાંત પાટીલ વિશે વાત કરતાં કહ્યું કે, “બંધારણનો મુદ્દો કેન્દ્ર સાથે જોડાયેલો હતો. તેઓ મહિલાઓને કહેતા રહ્યા કે બંધારણ બદલાશે નહીં, પરંતુ શાસક પક્ષના કેટલાક સાંસદો ક્યાંક ને ક્યાંક નિવેદન આપતા હતા અને સોશિયલ મીડિયાના માધ્યમથી તેઓ મહારાષ્ટ્રમાં પણ પહોંચતા હતા અને આ નિવેદનની લોકોમાં ચર્ચા થઈ હતી જો અમારી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનો કોઈ ધારાસભ્ય નિવેદન આપે તો તેનો અર્થ એ નથી કે આખો પક્ષ એક જ અભિપ્રાય ધરાવે છે, એવું નથી બનતું. ભાજપના મંત્રી ચંદ્રકાંત પાટીલ બારામતીમાં આવીને કહ્યું કે, “પવારને હરાવવા માટે આવ્યા છીએ, લોકોને તે ગમ્યું નહીં અને તેનું પરિણામ દેખાયું”
આ પણ જુઓ: અજિત પવાર જૂથના 10 થી 15 ધારાસભ્યો શરદ પવારના સંપર્કમાં ! કંઈ નવા જૂની ?