સ્પોર્ટસ

આર્થિક સમસ્યાઓ બાદ પણ હાર ના માનનાર અજય નેશનલ ચેમ્પિયન બની ગોલ્ડ જીત્યો

Text To Speech

ગુજરાતના એક અંતરયાળ વિસ્તારનો યુવાન જેણે પોતાની મેહનત અને ખંતથી નેશનલ લેવલે યોજાયેલ યુથ કોમ્પીટીશનની દોડની સ્પર્ધામાં 1500 મીટરનું અંતર માત્ર 4.05 મિનીટમાં કાપી બેસ્ટ રેકોર્ડ સાથે ગોલ્ડ જીતી દેશ સહિત તેના પરિવાર અને ગામનું નામ પણ રોશન કર્યુ છે. તેમજ આ યુવકે આ સાથે જ અનેક દોડની સ્પર્ધામાં ભાગ લઈને શ્રેષ્ઠ પ્રદર્શન કરી અનેક મેડલ પણ પોતાને નામ કર્યા છે. જેનુ નામ અજય બાબુભાઈ પગી છે. હાલ, તે અભ્યાસની સાથે આવનાર સ્પર્ધાની તૈયારી કરી રહ્યો છે. તેમજ અજય ભવિષ્યમાં આર્મીમાં જોડાયને દેશ સેવા કરવાની ખેવના ધરાવે છે.

અજય અનેક જગ્યાએ સારે દેખાવ કરતો

ગુજરાતના મહિસાગર જિલ્લા, વિરપુર તાલુકાના ભાટપુર ગામના સામાન્ય પરિવારમાં જન્મેલ અજયકુમાર બાબુભાઈ પગી બાળપણથી જ રમત ગમત ક્ષેત્રમાં ઉત્સાહિત હતો. આથી તે અભ્યાસની સાથે સાથે અનેક સ્પર્ધામાં ભાગ લેતો અને જીત પણ મેળવતો. આમ, ધીરે ધીરે તેને દોડમાં વધારે રસ પડવા લાગ્યો અને તેના પર વધુ ધ્યાન આપતો. જે બાદ શાળામાં હોય કે અન્ય જગ્યાએ અજય દોડની બધી જ સ્પર્ધામાં ભાગ લઈ શ્રેષ્ઠ દેખાવ કરતો. અને આમ, તે શાળા કક્ષા, તાલુકા, જિલ્લા અને તે બાદ રાજ્યમાંથી પણ ભાગ લઈ સારો દેખાવ કરવા લાગ્યો. તેની ખ્યાતી ગામ અને ગામથી શહેર સુધી થવા લાગી હતી. પણ તેને સ્પર્ધામાં આગળ વધવા માટે અલગ અલગ રાજ્યમાં જવાનું થયુ અને તેના પરીવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે તેણે ત્યાં જવાનું માંડી વાળ્યુ હતુ.

HUM DEKHENGE
અજયે નેશનલ ખાતે યોજાયેલ દોડમાં પ્રથમ સ્થાન મેળવ્યુ

અજય માટે આશાનું કિરણ બન્યા હાર્દિક ભટ્ટ

અજયના ગામમાં પાસેની જમીનનો સોદો કરવા આવેલ અમદાવાદ નિકોલના વતની હાર્દિક ભટ્ટ નામના વ્યક્તિની મુલાકાત અજયના કોઈ સંબંધી સાથે થઈ અને વાત વાતમાં તેમને અજયની કળા અને તેના પરીવારની આર્થિક સ્થિતિ વિશેની માહિતી મળી. જે બાદ અજયની પ્રતિભા અને તેની મહેનત જોઈને હાર્દિક ભટ્ટ અજયની તમામ જવાબદારી ઉઠાવવા તૈયાર થઈ ગયા. આજના આ યુગમાં પડોશી પણ પડોશીને કામ નથી આવતા ત્યારે, એક બે વખતની મુલાકાતમાં હાર્દિક ભટ્ટ અજયની આવવા-જવા, રેહવા , ખાવાની તમામ જવાબદારી ઉઠાવી એક પિતાની જેમ બધી જ ફરજો નિભાવવા તૈયાર થઈ ગયા અને પોતાની ફરજો સમજીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડી રહ્યા છે.

અજયે નેશનલ ખાતે યોજાયેલ દોડમાં પ્રથમ સ્થાન મેળવ્યુ

એક નાનકડા ગામનો યુવાન અજય 1500 મીટરની દોડની સ્પર્ધામાં સ્થાનિક કક્ષાએ, ત્યાર બાદ જિલ્લા અને સ્ટેટ ખાતે શ્રેષ્ઠ દેખાવ કરીને સતત આગળ વધતો રહ્યો જે બાદ તેણે 2022માં યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાની યુથ ગેમ્સ દ્વારા આયોજિત નેશનલ લેવલની દોડની સ્પર્ધામાં 1500 મીટરનું અંતર 4.20 મિનીટમાં પુરુ કરીને સમગ્ર દેશ માંથી પ્રથમ સ્થાન મેળવી તેના પરીવાર સહિત દેશનું નામ રોશન કર્યુ છે. જે બાદ નેપાલ ખાતે યોજાયેલ 1500 મીટરની સ્પર્ધામાં પોતાનો જ રેકોર્ડ તોડીને 4.05 મિનીટમાં પુરી કરી હતી. તે પછી પણ આસામ ગુવાહાટી ખાતે પણ શ્રેષ્ઠ દેખાવ કરીને મેડલ પોતાને નામ કર્યો હતો. ત્યારે આ તમામ જગ્યાએ યોજાયેલ ઈવેન્ટમાં જવા – આવવાથી માંડીને ખાવા પીવા અને રહેવાની તમામ જવાબદારી હાર્દિકભાઈએ ઉઠાવી છે તેમજ આગળ પણ તે અજયની બધી જ જવાદારી ઉઠાવવા તત્પર છે.

આર્મી જોઈન કરવાનું અજયનું સપનું

અજય હાલ BA (બેચલર ઈન આર્ટસ)નો અભ્યાસ કરી રહ્યો છે. ત્યારે તે આગળ પણ આર્મીમાં જોઈન થવાની ઈચ્છા ધરાવે છે. જેના માટે તે દિવસ રાત સખત અને સતત મહેનત કરીને પોતાના સપનાને સાકાર કરવાં માંગે છે. અને તેના માટે તેને તેના પરિવાર, ગામ, જિલ્લાનો પણ સપોર્ટ પણ મળી રહ્યો છે

આ પણ વાંચો:  પાલનપુર : ડીસામાં નેશનલ ગેમ્સ અવેરનેસ પ્રોગ્રામ અંતર્ગત વિવિધ સ્પર્ધાનું કરાયું આયોજન 

Back to top button