વર્લ્ડ કપસ્પોર્ટસ

અજય જાડેજા અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના મેન્ટર તરીકે નિયુક્ત

Text To Speech
  • અજય જાડેજા અફઘાનિસ્તાન ટીમ સાથે જોડાયા, વર્લ્ડ કપમાં નિભાવશે અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના મેન્ટરની જવાબદારી.

ICC વર્લ્ડ કપ 2023 પહેલા અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે મોટો નિર્ણય લીધો છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અજય જાડેજાને વર્લ્ડ કપ માટે અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના મેન્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અજય જાડેજાએ 1996ના વર્લ્ડ કપમાં સચિન સાથે ટીમમાં રહીને ભારત માટે વર્લ્ડ કપ રમ્યો હતો.

વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનના રેકોર્ડ ઘણા નબળા રહ્યા છે અને તેને સુધારવાના હેતુથી ભૂતપૂર્વ ભારતીય ક્રેકેટર અજય જાડેજાને મેન્ટરની જવાબદારી સોંપવામાં આવી છે. 2015ના વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનની ટીમ 9માંથી માત્ર 1 મેચ જીતી શકી હતી. ત્યારે ગયા વર્લ્ડ કપમાં અફઘાન ટીમને 9 એ 9 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

 

જો અજય જાડેજાની કારકિર્દીની વાત કરીએ તો તેમણે ભારત માટે 15 ટેસ્ટ અને 196 ODI મેચ રમી છે, જેમાં તેઓ 576માં અનુક્રમે છે અને 5359 રન બનાવ્યા છે. વનડેમાં તેના નામે 6 સદી છે. તેમની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ઢાકામાં 3 જૂન 2000ના રોજ પાકિસ્તાન સામે રમી હતી.

અફઘાનિસ્તાનની વર્લ્ડ કપ મેચ ક્યારે?

અફઘાનિસ્તાનની ટીમની વર્લ્ડ કપની પહેલી મેચ 7મી ઓક્ટોબરે ધર્મશાલામાં બાંગ્લાદેશ સામે રમાશે. ત્યાર પછી તેમની બીજી મેચ 11 ઓક્ટોબરે દિલ્હીમાં ભારત સામે રમાશે. ત્રીજી મેચ ઇંગ્લેન્ડ સામે દિલ્હીમાં રમાશે.

આ પણ વાંચો: ભારત-પાકિસ્તાન મેચ અને નવરાત્રી ઉપર વરસાદની શક્યતાઃ કોણે કરી આગાહી?

Back to top button