રવીના ટંડનની દીકરીના પ્રેમમાં પાગલ અજય દેવગણનો ભત્રીજો, ‘આઝાદ’નું દમદાર ટ્રેલર
- રવીના ટંડનની દિકરી રાશા થડાની અને અજય દેવગણના ભત્રીજા અમન દેવગણની ડેબ્યુ ફિલ્મ ‘આઝાદ’નું દમદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, અજય પણ જબરજસ્ત ભૂમિકામાં દેખાશે
HD ન્યુઝ ડેસ્કઃ અભિનેત્રી રવીના ટંડનની પુત્રી રાશા થડાનીની લોકપ્રિયતા સોશિયલ મીડિયા પર જબરદસ્ત છે. હાલમાં તે તેની ડેબ્યૂ ફિલ્મ ‘આઝાદ’ માટે ચર્ચામાં છે. આ ફિલ્મમાં રાશા અજય દેવગનના ભત્રીજા અમન દેવગન સાથે બોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. ‘આઝાદ’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરમાં દમદાર ડાયલોગ્સ તમારું દિલ જીતી લેશે.
આઝાદમાં અજય દેવગન બને છે ‘બાગી’
ફિલ્મની કહાણીમાં બળવાખોર અજય દેવગણ અને તેના ઘોડા વચ્ચેનો બોન્ડ જોઈ શકાય છે. અજય દમદાર અંદાજમાં ઘોડા પર સવારી કરતો જોવા મળે છે. આ સિવાય બ્રિટિશ કાળનો એંગલ પણ જોવા મળશે. ટ્રેલરમાં જોઈ શકાય છે કે અજયને તેનો ઘોડો ખૂબ જ પસંદ છે અને પછી તે ક્યાંક ગુમ થઈ જાય છે. આ ફિલ્મમાં અભિનેતાનો ભત્રીજો અમન દેવગન પણ ખાસ ભૂમિકામાં જોવા મળશે. આ તેની પણ પહેલી ફિલ્મ હશે. રાશા થડાની પણ બોલિવૂડમાં તેની કારકિર્દીના મંડાણ કરી રહી છે.
રાશા અને અમન બનશે પ્રેમી પંખીડા
રાશા ફિલ્મમાં એક અમીર છોકરીની ભૂમિકામાં છે. ટ્રેલરમાં એવી ઝલક જોવા મળે છે કે વાર્તા અંગ્રેજોથી આઝાદીના સમયગાળાની છે. વિક્રમ સિંહના રોલમાં અજય દેવગન બળવાખોર અંદાજમાં જોવા મળશે. ગામના કેટલાક લોકો પણ આઝાદી માટે બળવાખોર બનશે. એકંદરે રેટ્રો અને વર્તમાન સમયનો એંગલ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મનું ગીત ‘ઉઈ અમ્મા’ અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યું છે.
ફિલ્મ ડાન્સ, રોમાન્સ અને ડ્રામાથી ભરપૂર છે. રાશા અને અમન ઉપરાંત અભિનેત્રી ડાયના પેન્ટી અને પીયૂષ મિશ્રા પણ જોવા મળશે. આ ફિલ્મ 17 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થશે, જેની ટક્કર કંગના રનૌતની ફિલ્મ ઈમરજન્સી સાથે થશે. આઝાદનું નિર્દેશન અભિષેક કપૂરે કર્યું છે. રોની સ્ક્રુવાલા અને પ્રજ્ઞા કપૂરે સાથે મળીને પ્રોડ્યુસ કરી છે.
આ પણ વાંચોઃ Video : બહુચર્ચિત ફિલ્મ ઈમરજન્સીનું વધુ એક ટ્રેલર રીલીઝ, કંગનાનો હટકે અંદાજ જોવા મળ્યો