અજય દેવગણની ફિલ્મ ‘ભોલા’ની લોકપ્રિયતા ઘટી, પાંચમાં દિવસે આટલી જ કમાણી કરી
- ‘દ્રશ્યમ 2’ પછી તબ્બુ અને અજય દેવગણની જોડી ભોલા ફિલ્મમાં જોવા મળી
- ‘ભોલા’એ બોક્સ ઓફિસ પર પાંચમાં દિવસે માત્ર 4.50 કરોડ રૂપિયાની કમાણી કરી
- ‘ભોલા’ ફિલ્મ 100 કરોડના બજેટમાં બની છે
બોલિવૂડ અભિનેતા અજય દેવગણ અને તબ્બુની જોડી ફરી એકવાર ફિલ્મ ‘ભોલા‘માં સાથે જોવા મળી હતી. આ ફિલ્મે પહેલા જ દિવસે ધૂમ મચાવી દીધી હતી. અજય દેવગણની ફિલ્મે પહેલા દિવસે બોક્સ ઓફિસ પર 10 કરોડથી વધુની કમાણી કરી હતી. આ પછી બીજા દિવસે ફિલ્મની કમાણીમાં ઘટાડો જોવા મળ્યો હતો. હવે આ ફિલ્મ રિલીઝ થયાને 5 દિવસ પૂરા થઈ ગયા છે. પરંતુ ફિલ્મે હજુ સુધી બોક્સ ઓફિસ પર 50 કરોડનો આંકડો પાર કર્યો નથી. તો આવો જાણીએ તબ્બુ અને અજય દેવગનની ફિલ્મ ભોલાએ પાંચમાં દિવસે કેટલી કમાણી કરી છે.
View this post on Instagram
આ પણ વાંચો : અજયના ફેન્સને ડબલ ટ્રીટઃ ‘ભોલા’ સાથે રીલીઝ થયુ ‘મેદાન’નું ટીઝર
ભોલા ફિલ્મે પાંચમાં દિવસે આટલી કમાણી કરી હતી
‘દ્રશ્યમ 2’ પછી બોલિવૂડ અભિનેત્રી તબ્બુ અને અભિનેતા અજય દેવગણની જોડી ‘ભોલા’ ફિલ્મમાં ધમાલ મચાવી રહી છે. ફિલ્મ ‘ભોલા’એ તેની રિલીઝના 5 દિવસ પૂર્ણ કર્યા છે. જે બાદ ફિલ્મની કમાણીના નવા આંકડા સામે આવ્યા છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વીટ કરીને ફિલ્મ ‘ભોલા’ના નવા આંકડા શેર કર્યા છે. અજય દેવગણ અને તબ્બુની ફિલ્મે 5માં દિવસે બોક્સ ઓફિસ પર માત્ર 4.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તમને જણાવી દઈએ કે ફિલ્મે ચોથા દિવસે 13.48 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ભોલા ફિલ્મમાં તેના 5માં દિવસે 60% થી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો : રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાનો પ્રેમ એરપોર્ટ પર પણ ન છુપાઈ શક્યો, નવા ફોટા વાઈરલ
‘ભોલા’ 100 કરોડના બજેટમાં બની છે
100 કરોડના બજેટમાં બનેલી ‘ભોલા’ દેશભરમાં 4 હજાર સ્ક્રીન્સ પર રિલીઝ થઈ હતી. અજય દેવગણ દ્વારા નિર્દેશિત ક્રાઈમ થ્રિલર હાઈ-ઓક્ટેન એક્શનથી ભરપૂર છે. આ શૈલીને પસંદ કરતા દર્શકો માટે ‘ભોલા’ એક વિઝ્યુઅલ ટ્રીટ સમાન છે. ફિલ્મની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો ‘ભોલા’ના દિગ્દર્શન સાથે અજય દેવગણે તેમાં મુખ્ય ભૂમિકા પણ ભજવી છે. ફિલ્મમાં તબ્બુ, દીપક ડોબરિયાલ, સંજય મિશ્રા જેવા દિગ્ગજ કલાકારોએ પોતાની અભિનય શક્તિ બતાવી છે. જ્યારે અજય દેવગણના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેની ફિલ્મ ‘મેદાન’ પણ ટૂંક સમયમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે. ભોલાની સાથે આ આગામી ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું.