અજય દેવગણની 3 સિક્વલ ફિલ્મો કન્ફર્મ, સસ્પેન્સ-હોરર અને કોમેડી માટે રહો રેડી


- અજય દેવગનની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘સિંઘમ અગેન’ હાલમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. તે આ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મ હતી
9 નવેમ્બર, મુંબઈઃ અભિનેતા અજય દેવગનની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘સિંઘમ અગેઈન‘ હાલમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. તે આ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મ હતી અને દર્શકોમાં તેને લઈને ઘણો ક્રેઝ પણ જોવા મળ્યો હતો.
જો કે, આ વર્ષની શરૂઆતમાં તેની શૈતાન ફિલ્મે પણ ચર્ચાઓ જગાવી હતી. હવે અજય દેવગન તેની આગામી કઈ ફિલ્મ લઈને આવી રહ્યો છે તે અંગેનું સસ્પેન્સ પણ ખતમ થઈ ગયું છે. અભિનેતાએ તેની ત્રણ સિક્વલ ફિલ્મોને મંજૂરી આપી દીધી છે, જેના પર તે ટૂંક સમયમા કામ શરૂ કરશે.
અજય દેવગનની 3 સિક્વલ ફિલ્મો
તાજેતરમાં જ અજય દેવગને તેની ફિલ્મોની સિક્વલની વાતને સમર્થન આપ્યું છે. તેણે તેની 3 સિક્વલ ફિલ્મોને કન્ફર્મ કરી છે, જેમાં કોમેડી અને હોરર-થ્રિલર ફિલ્મોનો સમાવેશ થાય છે. આ ફિલ્મો દ્રશ્યમ, શૈતાન અને ગોલમાલની સિક્વલ હશે. આ ફિલ્મોની સિક્વલની પુષ્ટિ કરતી વખતે અભિનેતાએ કહ્યું છે કે નિર્માતાઓએ તેના પર કામ કરવાનું શરૂ કરી દીધું છે અને ફિલ્મનું સ્ટોરી રાઈટિંગનું કામ ચાલી રહ્યું છે.
અન્ય અપકમિંગ ફિલ્મો
અભિનેતાએ દ્રશ્યમ 3, શૈતાન 2 અને ગોલમાલ 5 ની જાહેરાત કરી છે. અજય દેવગણે આ અંગે વાત કરતા કહ્યું કે, ‘શૈતાન 2 ની સ્ટોરી હાલમાં લખાઈ રહી છે. દ્રશ્યમના ત્રીજા ભાગ પર એક ટીમ કામ કરી રહી છે. રોહિત શેટ્ટીએ પણ પુષ્ટિ કરી હતી કે અન્ય કોઈ ફિલ્મ પહેલા ગોલમાલ આવશે.
અન્ય આવનારી ફિલ્મો
‘ગોલમાલ 5’ વિશે વાત કરતા અજય દેવગને કહ્યું કે, આ સમય સિક્વલ ફિલ્મોનો છે કારણ કે દર્શકો એ જાણવા માટે ઉત્સુક છે કે તેઓ આ ફિલ્મમાં આગળ શું મેળવવાના છે. હાલમાં અજય દેવગનની એકથી વધુ ફિલ્મો પાઇપલાઇનમાં છે. જેમાં દે દે પ્યાર દે, ‘રેડ 2’ અને ધમાલની સિક્વલ સામેલ છે.
આ પણ વાંચોઃ આલિયા ભટ્ટના બોડીગાર્ડે સેલ્ફી લેનાર ફેનને તેના શર્ટથી ખેંચ્યો! અભિનેત્રી થઈ ગુસ્સે, જૂઓ વીડિયો