ટ્રેન્ડિંગમનોરંજન

અજય દેવગણે બતાવી ‘મેદાન’ની ઝલક, સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ જલ્દી થશે રીલીઝ

Text To Speech
  • અજય દેવગણે તેની બીજી મોસ્ટ અવેઈટેડ ફિલ્મ ‘મેદાન’નું ટીઝર સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. ગઈ કાલે તેણે ફિલ્મનું પહેલું પોસ્ટર રીલીઝ કર્યું હતું

મુંબઈ, 6 માર્ચઃ બોલિવૂડ એક્ટર અજય દેવગણ આ વર્ષે બેક ટુ બેક ઘણી ફિલ્મો લઈને આવી રહ્યો છે. અજય દેવગનની ઘણી મોસ્ટ અવેઈટેડ ફિલ્મો વર્ષ 2024માં રિલીઝ થશે. અજય દેવગણ અને આર. માધવન સ્ટારર સુપરનેચરલ હોરર ફિલ્મ ‘શૈતાન‘ આગામી થોડા દિવસોમાં રિલીઝ થવા જશે. દરમિયાન, અજય દેવગણે તેની બીજી મોસ્ટ અવેઈટેડ ફિલ્મ ‘મેદાન‘નું ટીઝર સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. ગઈ કાલે તેણે ફિલ્મનું પહેલું પોસ્ટર રીલીઝ કર્યું હતું.

‘મેદાન’નું ટીઝર સામે આવ્યું

આજે અજય દેવગણે ફિલ્મ ‘મેદાન’ની પહેલી ઝલક બતાવી છે. તેણે અને ફિલ્મના નિર્માતાઓએ આજે ​​’મેદાન’નો એક ટીઝર વીડિયો રીલીઝ કર્યો છે, જેમાં અજય દેવગણની દમદાર ઝલક જોઈ શકાય છે. 36 સેકન્ડના આ ટીઝર વીડિયોમાં અજય એક સિમ્પલ અવતારમાં જોવા મળે છે, જે ફૂટબોલ રમતા બાળકોને તેની ફૂટબોલ ટેલેન્ટ બતાવીને પ્રભાવિત કરતો જોવા મળે છે.

ટીઝરમાં તે ખૂબ જ પ્રભાવશાળી લુકમાં જોવા મળે છે. ઈન્સ્ટાગ્રામ પર ટીઝર વીડિયો શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું છે, ‘આવી જાવ મેદાનમાં… અમે ભારતીય ફૂટબોલના સુવર્ણ યુગની અવિશ્વસનીય સત્ય ઘટના રજૂ કરવા તૈયાર છીએ.’ આ સાથે તેણે કહ્યું છે કે આ ફિલ્મનું ટ્રેલર 7 માર્ચે રીલીઝ થશે.

 

View this post on Instagram

 

A post shared by Ajay Devgn (@ajaydevgn)

ક્યારે રીલીઝ થશે ‘મેદાન’?

અજય દેવગણની મેદાન આ વર્ષે એપ્રિલ મહિનામાં ઈદ પર રીલીઝ થશે. અજયની મોસ્ટ અવેઈટેડ સસ્પેન્સ-હોરર ફિલ્મ શેતાન 8 માર્ચે રીલીઝ થવા જઈ રહી છે. ઉલ્લેખનીય છે કે આ હિન્દી ફિલ્મ ગુજરાતી ફિલ્મ ‘વશ’ની રિમેક છે. મેદાન વિશે વાત કરીએ તો તે એક બાયોગ્રાફિકલ સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ છે, જેમાં ભારતીય ફુટબોલ રમતના સ્વર્ણિમ યુગ એટલે કે 1950થી લઈને 1962ના દાયકાને દર્શાવવામાં આવ્યો છે. ફિલ્મમાં ફુટબોલ કોચ સૈયલ અબ્દુલ રહમાનની ભૂમિકામાં જોવા મળશે, જે તે સમયે ભારતીય ફુટબોલ ટીમને મળેલી સફળતાઓ માટે પ્રખ્યાત છે.

આ પણ વાંચોઃ અંબાણીના પ્રી-વેડિંગનો એક ફોટો જોઈને ભડકી અરશદ વારસીની પત્ની, કહ્યું દિલ તૂટી ગયું

Back to top button