મનોરંજનસ્પોર્ટસ

‘અજબ પ્રેમ કી ગજબ કહાની’ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ફાસ્ટ બોલરે લગ્નનો નિર્ણય પણ ફાસ્ટ લીધો, માત્ર 15 મિનિટમાં જ કર્યો મેરેજનો પ્લાન

Text To Speech

ટીમ ઈન્ડિયાઃ ભારતના પૂર્વ ફાસ્ટ બોલર આશિષ નેહરા આઈપીએલ 2022થી ઘણી હેડલાઈન્સમાં છે. તે તાજેતરની સિઝનમાં IPLનું ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય કોચ બન્યો હતો. પોતાની રમતની સાથે સાથે તે પોતાની અંગત જિંદગીને કારણે પણ ખૂબ ચર્ચામાં રહે છે. તેણે લવ મેરેજ કર્યા હતા અને માત્ર 15 મિનિટમાં લગ્નનું પ્લાનિંગ કર્યું હતું.

આશિષ નેહરા ગુજરાતની રૂશ્મા નેહરા પર પોતાનું દિલ હારી બેઠા હતા. રૂશ્મા એક કલાકાર છે અને બંનેએ 2 એપ્રિલ 2009ના રોજ દિલ્હીમાં લગ્ન કર્યા હતા.


રૂશ્મા નેહરાનો જન્મ 10 મે 1983ના રોજ ગુજરાતમાં થયો હતો. વર્ષ 2002માં ઈંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન રૂશ્મા મેચ જોવા માટે ઓવલ પહોંચી હતી, જ્યાંથી બંનેની લવ સ્ટોરી શરૂ થઈ હતી.


જ્યારે આશિષ નેહરાએ રૂશ્માને લગ્ન માટે પ્રપોઝ કર્યું ત્યારે તેને મજાક લાગી, પરંતુ જ્યારે નેહરાએ બીજા દિવસે ફરી પ્રપોઝ કર્યું ત્યારે તેને સમજાયું કે તે કોઇ મજાક નહીં પરંતુ વાસ્તવીકતા છે અને તેણે હા પાડી દીધી હતી.

આશિષ નેહરા અને રૂશ્મા નેહરા 7 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતા. નેહરાએ પોતે એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું, કે તેમના લગ્ન માત્ર 15 મિનિટમાં પ્લાન કરવામાં આવ્યા હતા અને અમે એક જ અઠવાડિયામાં લગ્ન કરી લીધા હતા.


ભારત વર્ષ 2011માં વર્લ્ડ ચેમ્પિયન બન્યું હતું, આશિષ નેહરા આ ભારતીય ટીમનો હિસ્સો હતો. આશિષ નેહરાએ 1 નવેમ્બર 2017ના રોજ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.

 

Back to top button