અજા એકાદશીઃ આજે કેમ થાય છે ભગવાન વિષ્ણુના ઋષિકેશ સ્વરૂપની પૂજા?
- શ્રાવણ વદ એકાદશીને અજા એકાદશી કહેવાય છે
- અજા એકાદશી કરવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે
- ભગવાન વિષ્ણુના ઋષિકેશ સ્વરૂપની પૂજા થાય છે
પુરાણો અનુસાર, એકાદશી વ્રત જેવું વિશ્વમાં બીજું કોઈ વ્રત નથી. દર મહિને બે એકાદશીઓ આવે છે. શ્રાવણ વદ એકાદશીને અજા એકાદશી કહેવાય છે.
એવું માનવામાં આવે છે કે જે લોકો આ દિવસે ઉપવાસ કરે છે અને ભક્તિભાવથી ભગવાન વિષ્ણુની પૂજા કરે છે, તેમના તમામ દોષનો નાશ થાય છે અને મૃત્યુ પછી તેઓ વૈકુંઠમાં સ્થાન પ્રાપ્ત કરે છે. અજા એકાદશીનું વ્રત કરવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. જાણો અજા એકાદશીનું શુભ મુહુર્ત અને મહત્ત્વ.
થાય છે ઋષિકેશ સ્વરૂપની પૂજા
અજા એકાદશીનું વ્રત આજે 10 સપ્ટેમબરે કરવામાં આવશે. જન્માષ્ટમી પછી આવતો આ દિવસ ખૂબ મહત્ત્વનો છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અથવા તેમના ઋષિકેશ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ વ્રત દુ:ખ અને દરિદ્રતાનો નાશ કરે છે.
અજા એકાદશીનું મુહૂર્ત
પંચાંગ અનુસાર, શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ 09 સપ્ટેમ્બર 2023ના રોજ રાત્રે 09.17 વાગ્યે શરૂ થઇ છે અને બીજા દિવસે 10 સપ્ટેમ્બર 2023 ના રોજ રાત્રે 09.28 વાગ્યે સમાપ્ત થશે.
પૂજા મુહૂર્તઃ સવારે 07.37થી સવારે 10.44
અજા એકાદશી 2023 વ્રત પારણાનો સમય
અજા એકાદશી વ્રત 11 સપ્ટેમ્બર 2023ના રોજ સવારે 06.04 થી 08.33 સુધી ઉજવવામાં આવશે. આ દિવસે દ્વાદશી તિથિ રાત્રે 11.52 કલાકે સમાપ્ત થશે. એકાદશી વ્રત દ્વાદશી તિથિના અંત પહેલા પૂર્ણ કરવું જોઈએ.
અજા એકાદશીનું મહત્વ
ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે અજા એકાદશીનું વ્રત ખૂબ જ મહત્ત્વનું છે. આ વ્રતનો મહિમા માનસિક, શારીરિક અને આર્થિક ત્રણેય લાભ આપે છે. પુરાણોમાં કહેવાયું છે કે ગ્રહોની અશુભતાથી મુક્તિ મેળવવા માટે એકાદશીનું વ્રત કરવું ફાયદાકારક માનવામાં આવે છે. આ દિવસે દાન અને તપસ્યા કરવાથી દરેક સમસ્યાનું નિવારણ થાય છે. એકાદશી વ્રતની સીધી અસર મન અને શરીર બંને પર પડે છે.
આ પણ વાંચોઃ હેલ્ધી રિલેશન માટે અપનાવો આ ટિપ્સઃ સંબંધો કદી કમજોર નહીં પડે