પેરિસમાં ઐશ્વર્યા રાયનું રૅમ્પ વૉક, ઑડિયન્સ હિલોળે ચડ્યું
- ઐશ્વર્યા જ્યારે આ ઇવેન્ટ માટે તૈયાર થઇ રહી હતી ત્યારે તેની દિકરી આરાધ્યા પણ તેની સાથે દેખાઇ હતી. અંદરનો આ વીડિયો પણ વાઇરલ થઇ રહ્યો છે.
બોલીવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન તેના અભિનયની સાથે સાથે તેની સુંદરતા માટે પણ પ્રખ્યાત છે. અભિનેત્રી વૈશ્વિક સ્તરે પણ એક મોટું નામ છે. હાલમાં ઐશ્વર્યા ‘પેરિસ ફેશન વીક 2023’માં ભાગ લેવા પેરિસ ગઈ છે. હવે તેના રેમ્પ વોકની પ્રથમ ઝલક સામે આવી છે, જેના કારણે ઓડિયન્સ હિલોળે ચઢ્યુ હતુ.
ઐશ્વર્યા થોડા દિવસો પહેલા જ પેરિસ ફેશન વીક 2023 માટે રવાના થઈ હતી ત્યારે એરપોર્ટ પરથી તેનો વીડિયો વાયરલ થયો હતો. તેની સાથે પુત્રી આરાધ્યા બચ્ચન પણ છે. તેના ફેન પેજ પર તેના પ્રથમ રેમ્પ વોકની કેટલીક તસવીરો અને વીડિયો શેર કરવામાં આવી છે, તે સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે. બોલિવુડ સ્ટાર ઐશ્વર્યા ફ્રેન્ચ કોસ્મેટિક કંપની લોરિયલ પેરિસની ભારતીય એમ્બેસેડર છે, તેથી તેણે આ પેરિસ ફેશન વીક 2023માં ભાગ લીધો છે.
Good morning to pariswarya and pariswarya only!pic.twitter.com/7w9RccEYeB
— grathie lethbian (@silamsiva) October 1, 2023
ઐશ્વર્યા રવિવારની રાત્રે Kendall Jenner, Elle Fanning અને Eva Longoria જેવી હસ્તીઓ સાથે રેમ્પ વોક કરતી જોવા મળી હતી. આ પ્રસંગે તે ગોલ્ડન શીમરી ગાઉનમાં જોવા મળી હતી. તેના દેખાવને પૂર્ણ કરવા માટે, તેણે તેના વાળ કર્લ કર્યા અને ગ્લોસી મેકઅપ કર્યો હતો. તેણે એફિલ ટાવરની સામે રેમ્પ પર વોક કર્યું અને દર્શકોને ફ્લાઈંગ કિસ આપીને ચાહકોના દિલ જીતી લીધા હતા.
AISHWARYA’S GETTING READY FOR THREE WALK!!!!
Not my queen helping the hair stylists out too! And look at Aaradhya standing behind her 🩷#AishwaryaRaiBachchan #PFW23 @lorealparisfr pic.twitter.com/hOKZTAFdDC
— Bewitching Bachchans (@TasnimaKTastic) October 1, 2023
ઐશ્વર્યાએ ત્રીજી વખત પેરિસ ફેશન વીકમાં ભાગ લીધો
ઐશ્વર્યા રાય બચ્ચને આ ત્રીજી વખત ફેશન વીકમાં ભાગ લીધો છે. આ પહેલા તેણે 2019 અને 2021માં પણ રેમ્પ વોક કર્યું હતું. જ્યારથી આ ઇવેન્ટમાંથી અભિનેત્રીનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે ત્યારે ચાહકો પણ ઉત્સાહિત છે. સોશિયલ મીડિયા અભિનેત્રીની ગ્લેમરસ તસવીરોથી ભરેલું છે. ઐશ્વર્યા જ્યારે આ ઇવેન્ટ માટે તૈયાર થઇ રહી હતી ત્યારે તેની દિકરી આરાધ્યા પણ તેની સાથે દેખાઇ હતી. અંદરનો આ વીડિયો પણ વાઇરલ થઇ રહ્યો છે.
Navya Naveli Nanda made her runway debut at Paris Fashion Week 2023's L'Oreal show which her aunt Aishwarya Rai set the stage on fire athttps://t.co/1enstL5Qcr#navyananda #navyanaveli #aishwaryarai #AishwaryaRaiBachchan #celebrity #bollywood
— Swirlster (@swirlster) October 2, 2023
પેરિસ ફેશન વીકમાં નવ્યા નવેલી પણ પહોંચી
અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદાએ લોરિયલ માટે રેમ્પ વોક કર્યું હતું. નવ્યા પહેલીવાર રેમ્પ પર વોક કરી રહી છે. નવ્યાની માતા શ્વેતા બચ્ચને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઇવેન્ટનો એક વીડિયો શેર કર્યો છે. નવ્યા રેડ મીની ડ્રેસમાં રેમ્પ પર જોવા મળી હતી. તે ખૂબ જ આત્મવિશ્વાસ સાથે રેમ્પ પર વોક કરતી જોવા મળે છે. આ દરમિયાન શ્વેતા પોતાની દીકરીને ચીયર કરતી જોવા મળી હતી. આ વીડિયો શેર કરતી વખતે શ્વેતાએ કેપ્શનમાં લખ્યું- ‘લિટલ મિસ લોરિયલ.’
આ પણ વાંચોઃ અક્ષય કુમાર બાદ રજનીકાંતે PM મોદીના સ્વચ્છતા અભિયાનનું સમર્થન કર્યું