ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

ઐશ્વર્યા રાયે અભિષેક બચ્ચનથી છૂટાછેડાની અફવાઓ પર કહી આ વાત, લોકોનાં દિલ જીતી લીધા

  • મુંબઈ એરપોર્ટ પર ઐશ્વર્યા રાય પેપ્સ સાથે વાતચીત કરતી વખતે ખૂબ જ ખુશ મૂડમાં જોવા મળી 

નવી દિલ્હી, 1 ઓગસ્ટ: બચ્ચન પરિવાર બોલિવૂડના પ્રતિષ્ઠિત પરિવારોમાંથી એક છે. અમિતાભ બચ્ચન, જયા બચ્ચન સાથે પુત્ર અભિષેક બચ્ચન અને પુત્રવધૂ ઐશ્વર્યા રાય પણ તેમની ફિલ્મો માટે ચર્ચામાં રહે છે. છેલ્લા ઘણા દિવસોથી બચ્ચન પરિવારમાં મતભેદના સમાચાર ચર્ચામાં છે. ઐશ્વર્યા રાય 15 દિવસ સુધી દીકરી આરાધ્યા સાથે ન્યૂયોર્કમાં રહી હતી. એવી ચર્ચા હતી કે, ઐશ્વર્યા અને અભિષેક વચ્ચેનો મામલો છૂટાછેડા સુધી પહોંચી ગયો છે. આ કથિત ચર્ચાઓ વચ્ચે ઐશ્વર્યા ભારત પરત ફરી છે. ભારત પાછા આવ્યા પછી તેણે પાપારાઝીના પ્રશ્નોના જવાબો આપ્યા હતા. તેણીએ એવો જવાબ આપ્યો જે સાંભળવા માટે ચાહકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. શું ચાલી રહ્યું છે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચન વચ્ચે? શું બંને વચ્ચે કોઈ મતભેદ છે કે પછી આ માત્ર અફવાઓ છે? ચાહકો આ સવાલોના જવાબ જાણવા માંગે છે. 15 દિવસ બાદ ઐશ્વર્યા આજે ગુરુવારે સવારે પુત્રી આરાધ્યા સાથે ભારત પરત ફરી છે.

 

હકીકતમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં ઐશ્વર્યા રાય અને આરાધ્યા બચ્ચન અલગ-અલગ પહોંચ્યાં હતાં, ત્યારબાદ બચ્ચન પરિવારમાં મતભેદના સમાચાર ચર્ચાનો વિષય બની ગયા છે. અત્યાર સુધી તે ઠીક હતું પરંતુ અભિષેક બચ્ચને એક્સ પર છૂટાછેડાની પોસ્ટ લાઈક કરતાની સાથે જ આવી અફવાઓને જોર પકડયું.

છૂટાછેડાની અટકળો વચ્ચે ઐશ્વર્યા પુત્રી આરાધ્યા સાથે ન્યૂયોર્કથી પરત ફરી

ઐશ્વર્યા રાય પેપ્સ સાથે વાતચીત કરતી વખતે ખૂબ જ ખુશ મૂડમાં જોવા મળી હતી. છૂટાછેડાની અફવાઓ વચ્ચે, પેપ્સે તેણીને ગુડ મોર્નિંગની શુભેચ્છા પાઠવી અને તેણીએ હસીને જવાબ આપ્યો. આ દરમિયાન એક પાપારાઝીએ પૂછ્યું કે, ‘મૅમ, કેમ છો?’ જેના જવાબમાં તેણીએ હસતાં હસતાં કહ્યું કે, ‘બધું બરાબર છે, આભાર.’ જ્યારે એક પાપારાઝીએ તેની સાથે ફોટો લેવાનું કહ્યું, ત્યારે તેણી વધુ હસવા લાગી. તેણીએ પહેલા ખાતરી કરી કે, આરાધ્યા કારમાં સલામત રીતે બેસી ગઈ, ત્યારબાદ ઐશ્વર્યા રાય એરપોર્ટ સ્ટાફ સાથે સેલ્ફી લેતી જોવા મળી.

અભિનેત્રીની નમ્રતાએ ઇન્ટરનેટ પર લોકોના દિલ જીતી લીધા હતા. સેલ્ફી લીધા પછી તેણે એરપોર્ટ સ્ટાફને ‘ગોડ બ્લેસ’ કહ્યું અને કારમાં બેસીને બધાનો આભાર પણ માન્યો. નેટીઝન્સ હવે અભિનેત્રીને ‘ક્વીન’ કહી રહ્યા છે.

આ પણ જૂઓ: પાંચ વર્ષનો સાથ, બે બાળકો, તો પણ ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવા નથી ઇચ્છતા અર્જુન રામપાલ, જુઓ શું આપ્યું કારણ

Back to top button