ટ્રેન્ડિંગમનોરંજન

ઐશ્વર્યા રાયને મળ્યો બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ, આરાધ્યાએ ક્ષણોને ખાસ બનાવી

  • ઐશ્વર્યા રાયને ‘પોન્નિયિન સેલ્વન: II’ માં તેની શાનદાર ભૂમિકા માટે બેસ્ટ એક્ટ્રેસનો ક્રિટીક્સ એવોર્ડ મળ્યો છે. માતાની આ ક્ષણોને દિકરી આરાધ્યાએ ખાસ બનાવી હતી

16 સપ્ટેમ્બર, દુબઈઃ દુબઈમાં SIIMA 2024નું આયોજન કરવામાં આવ્યું છે. ઐશ્વર્યા રાયને SIIMA 2024માં ‘પોન્નિયિન સેલ્વન: II’ માં તેની શાનદાર ભૂમિકા માટે બેસ્ટ એક્ટ્રેસનો ક્રિટીક્સ એવોર્ડ મળ્યો છે. અભિનેત્રીએ મણિરત્નમની ફિલ્મમાં નંદિની તરીકે પોતાના અભિનયથી લાખો લોકોના દિલ જીતી લીધા હતા અને હવે તેને આ ફિલ્મ માટે આ સન્માન મળ્યું છે. આ ઈવેન્ટમાં ઐશ્વર્યા રાયની દીકરી આરાધ્યા બચ્ચન પણ જોવા મળી હતી. તેની સ્ટાઈલ પણ અદ્ભુત લાગી રહી હતી. એવોર્ડ મેળવ્યા બાદ ઐશ્વર્યા રાયે વિનિંગ સ્પીચ પણ આપી હતી, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ સ્પીચ લોકોના હૃદયને સ્પર્શી ગઈ છે.

આરાધ્યા અને ઐશ્વર્યાની જોડી છે કમાલ

આરાધ્યા સામે આવેલા વીડિયોમાં તેની માતાની તસવીરો ક્લિક કરતી જોવા મળી હતી. તે તેની માતાની જીતની ક્ષણને વધુ ખાસ બનાવતી જોવા મળી હતી. જ્યારે ઐશ્વર્યાને એવોર્ડ મળ્યો ત્યારે આરાધ્યા ખૂબ જ ઉત્સાહિત હતી. તેણે તેની માતાને એવોર્ડ મળ્યાથી લઈને સ્પીચ આપવા સુધીની ક્ષણોને તેના ફોનમાં રેકોર્ડ કરી. આ ઉપરાંત માતા અને પુત્રી બંને એક્ટર ચિયાન વિક્રમને મળતા અને તેની સાથે વાતો કરતા જોવા મળ્યા હતા. ઐશ્વર્યા અને વિક્રમ પોનીયિન સેલ્વન I અને IIમાં સાથે જોવા મળ્યા હતા. અબુ ધાબીના યાસ આઇલેન્ડ ખાતે આયોજિત ઇવેન્ટમાં માતા અને પુત્રીની જોડી શિમરી આઉટફિટમાં જોવા મળી હતી. ઐશ્વર્યાએ સ્થળની બહાર એકઠા થયેલા તેના ચાહકો સાથે સેલ્ફી પણ લીધી હતી.

લોકોને ઐશ્વર્યાની સ્પીચ ખૂબ પસંદ પડી

ઐશ્વર્યાને ફિલ્મ નિર્માતા કબીર ખાને સ્ટેજ પર એવોર્ડ આપ્યો હતો. આ પછી અભિનેત્રીએ કહ્યું, ‘મને એવોર્ડથી સન્માનિત કરવા બદલ SIIMAનો ખૂબ ખૂબ આભાર. તે મારા માટે ઘણું મહત્ત્વનું છે કારણ કે આ ફિલ્મ મારા હૃદયની ખૂબ જ નજીક હતી. પોન્નિયિન સેલ્વનનું નિર્દેશન મારા ગુરુ મણિરત્નમે કર્યું હતું. પોન્નિયિન સેલ્વનમાં નંદિનીના પાત્ર માટે મારા કામની પ્રશંસા અને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ એ ખરેખર સમગ્ર ટીમના કામની ઉજવણી છે.

આ ફિલ્મમાં ઐશ્વર્યા ડબલ રોલમાં હતી

ઐશ્વર્યા ‘પોનીયિન સેલ્વન 2’માં ડબલ રોલમાં જોવા મળી હતી. અભિનેત્રી નંદિની અને મંદાકિની દેવી તરીકે જોવા મળી હતી. ઐશ્વર્યા રાયની આ ફિલ્મ એક તમિલ નવલકથા પરથી લેવામાં આવી છે. તેમાં કાર્તિ, જયમ રવિ, ત્રિશા, જયરામ, પ્રભુ, આર સરથકુમાર, શોભિતા ધુલીપાલા, ઐશ્વર્યા લક્ષ્મી, વિક્રમ પ્રભુ, પ્રકાશ રાજ, રહેમાન અને આર પાર્થિબન પણ સામેલ હતા.

Back to top button