ટ્રેન્ડિંગનેશનલમનોરંજનવીડિયો સ્ટોરી

હું અને ઐશ્વર્યા છૂટાછેડા લઈ રહ્યા: અભિષેક બચ્ચનના ડીપફેક વીડિયોએ મચાવી હલચલ, જૂઓ વીડિયો

  • ડીપફેક વીડિયોમાં બંનેની દીકરી આરાધ્યાનું નામ પણ બોલવામાં આવ્યું 

HD ન્યૂઝ ડેસ્ક, 10 ઓગસ્ટ: ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના છૂટાછેડાના અહેવાલ ઘણા મહિનાઓથી સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. આ દરમિયાન, એક ડીપફેક વીડિયોએ આગમાં ઘી નાખવાનું કામ કર્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ આ વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, અભિષેક બચ્ચન ઐશ્વર્યા રાયથી છૂટાછેડાની જાહેરાત કરી રહ્યો છે. વીડિયોમાં અભિનેતા કહેતો જોવા મળી રહ્યો છે, ‘આ જુલાઈમાં ઐશ્વર્યા અને મેં છૂટાછેડા લેવાનું નક્કી કર્યું છે.’

જૂઓ અહીં વીડિયો

 

View this post on Instagram

 

A post shared by aishwaryafan (@aishwaryaraireall)

તાજેતરમાં અનેક ઘટનાઓ અને સોશિયલ મીડિયાના ધ્યાનને કારણે બચ્ચન પરિવારમાં તણાવની અટકળો વધી છે. એવી ચર્ચા છે કે ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન તેમના લગ્નજીવનમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અફવાઓએ વેગ પકડ્યો જ્યારે ઐશ્વર્યા રાય અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના હાઈ-પ્રોફાઈલ લગ્ન સમારંભમાં હાજરી આપવા માટે બચ્ચન પરિવાર સાથે નહીં પરંતુ અલગથી આવી. આ સિવાય સોશિયલ મીડિયા પર અભિષેક બચ્ચનની એક્ટિવિટી, ખાસ કરીને ‘છૂટાછેડા’ વિશેની પોસ્ટને લાઈક કર્યા પછી અટકળોએ પણ જોર પકડ્યું છે. પરંતુ હવે ડીપફેક વીડિયોને જોઈને ચાહકો એક ક્ષણ માટે ચોંકી  ગયા.

અભિષેક બચ્ચનનો ડીપફેક વીડિયો

જો કે આ ઈન્સ્ટા પ્રોફાઈલની તપાસ કર્યા બાદ જાણવા મળ્યું કે, આ ડીપફેક વીડિયો છે. જેમાં અભિષેક બચ્ચનના બોલ લિપ-સિંકિંગ સાથે બિલકુલ મેચ કરી રહ્યા નથી, જે તેની પ્રામાણિકતા પર શંકા પેદા કરે છે. વાયરલ વીડિયો નકલી અને ડીપફેક હોવાનું જણાય છે, જે AI ટેક્નોલોજી અથવા ઓનલાઈન ટૂલ્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે.

ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે નિંદા કરી 

ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે વીડિયોની નિંદા કરી છે, ખોટી માહિતી ફેલાવવા અને તેમાં સામેલ વ્યક્તિઓની ગોપનીયતા પર આક્રમણ કરવા બદલ તેના નિર્માતાઓની ટીકા કરી છે.

અભિષેક બચ્ચનએ છૂટાછેડાની પોસ્ટ લાઇક કરી હતી 

તાજેતરમાં જ અભિષેક બચ્ચને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર છૂટાછેડા સાથે સબંધિત પોસ્ટ લાઈક કરી હતી. પોસ્ટમાં લખ્યું હતું કે, ‘જ્યારે પ્રેમ સરળ રહેતો નથી. છૂટાછેડા લેવા એ ક્યારેય કોઈની માટે સરળ રહેતું નથી. કોણ હંમેશા માટે સુખી જીવન જીવવાનું સપનું નથી જોતું અથવા કોણ હાથ પકડીને શેરી ક્રોસ કરતી વખતે વૃદ્ધ યુગલોના વિડિયોઝને ફરીથી બનાવવાની કલ્પના નથી કરતું? તેમ છતાં, કેટલીકવાર જીવન આપણે આશા રાખીએ છીએ તેમ હોતું નથી, પરંતુ જ્યારે લોકો તેમના જીવનનો મહત્ત્વપૂર્ણ ભાગ નાની અને મોટી બંને બાબતો માટે એકબીજા પર નિર્ભર રહેવામાં વિતાવે છે અને દાયકાઓ સુધી સાથે રહ્યા પછી અલગ થઈ જાય છે, ત્યારે તેઓ તેનો કેવી રીતે સામનો કરે છે?’
Back to top button