ટ્રેન્ડિંગબિઝનેસ

એરટેલ JIOને ટક્કર આપવા તૈયાર, લોન્ચ કર્યા બે નવા પ્રીપેડ પ્લાન્સ, ડેટા અને કોલ્સ ઉપરાંત મળશે અનેક બેનિફિટ્સ

Text To Speech

ટેલીકોમ ઓપરેટર ભારતી એરટેલે બે નવા પ્રીપેડ પ્લાન્સ લોન્ચ કર્યા છે. આ પહેલાં રિલાયન્સ JIOએ સ્વતંત્રતા દિવસના પ્રસંગે અનેક ઓફર્સની જાહેરાત કરી હતી. જેમાં પ્રીપેડ, પોસ્ટપેડ અને ફાઈબર કસ્ટમર્સને ઓફર્સ આપવામાં આવી હતી. હવે એરટેલે બે નવા પ્રિપેડ પ્લાન્સ રજૂ કર્યા છે.

એરટેલના નવા પ્રીપેડ પ્લાન્સની કિંમત 519 રૂપિયા અને 779 રૂપિયા છે. બંને જ પ્રીપેડ પ્લાન્સમાં અનલિમિટેડ વોયર કોલિંગ, 1.5GB ડેલી હાઈ સ્પીડ ડેટા, રોજ 100 SMS અને બીજા અનેક બેનિફિટ્સ આપવામાં આવ્યા છે.

એક રિપોર્ટ મુજબ આ પ્લાન્સને કંપનીની વેબસાઈટ અને એરટેલ થેન્ક્સ એપર પર લિસ્ટ કરવામાં આવ્યા છે. અહીં તમને નવા લોન્ચ થયેલા એરટેલના આ પ્રીપેડ પ્લાન્સ અંગે વધુ વિગત જાણી શકાશે.

એરટેલનો 519 રૂપિયાનો પ્રીપેડ પ્લાન
એરટેલનો નવો લોન્ચ થયેલો 519 રૂપિયાવાળો પ્રીપેડ પ્લાન અનલિમિટેડ વોયર કોલિંગ, 90 GB (ડેઈલી 1.5 GB ડેટા) આપવામાં આવે છે. આ પ્લાનની સાથે ડેઈલી 100 SMS પણ આપવામાં આવે છે. આ પ્લાનની વેલિડિટિ 60 દિવસની છે.

આ ઉપરાંત આ પ્લાનની સાથે તમને એરટેલ થેન્ક્સ બિનિફિટ્સ પણ આપવામાં આવશે. જેમાં યુઝર્સને ફ્રી Apollo 24/7 Circle, હેલો ટ્યૂન, Wynk Music અને FASTag પર 100 રૂપિયાનું કેશબેક સામેલ છે. હાઈસ્પીડ ડેઈલી ડેટા ખતમ થયા બાદ સ્પીડ ઘટીને 64kbps થઈ જાય છે.

એરટેલનો 779 રૂપિયાનો પ્રીપેડ પ્લાન
કંપનીનો બીજો પ્રીપેડ પ્લાન જેને લોન્ચ કરાયો છે તેની કિંમત 779 રૂપિયા રાખવામાં આવી છે. જેમાં પણ યુઝર્સને ડેઈલી 1.5GB ડેટા આપવામાં આવે છે. તેમાં યુઝર્સને ટોટલ 135GB ડેટા આપવામાં આવે છે. બીજા બિનિફિટ્સ ઉપરના પ્લાન જેવા છે. પરંતુ આ પ્લાનની વેલિડિટી 90 દિવસની છે. આ ઉપરાંત નવા પ્રીપેડ પ્લાનમાં રોજ 100 SMS પણ આપવામાં આવે છે. એરટેલનો આ નવો લોન્ચ થયેલો પ્રીપેડ પ્લાન એરટેલ થેન્ક્સ અને બીજા બેનિફિટ્સ પણ આપે છે.

Back to top button