એજ્યુકેશનટ્રેન્ડિંગનેશનલ

10 પાસથી સ્નાતક થયેલા બધા માટે એરપોર્ટની નોકરી, જાણો ક્યારે અને ક્યાં છે ઇન્ટરવ્યૂ

  • રેમ્પ સર્વિસ એક્ઝિક્યુટિવ, હેન્ડીમેન, ડ્યુટી ઓફિસર, ડ્યુટી મેનેજર સહિતની વિવિધ જગ્યાઓ પર ભરતી 

નવી દિલ્હી, 7 નવેમ્બર: કોઈ વ્યક્તિ એરપોર્ટ પર સારી જગ્યા શોધી રહ્યા હોય, તો તેમના માટે આ એક સારી તક છે. AI એરપોર્ટ સર્વિસીસ લિમિટેડે (AIASL) અમૃતસર સ્ટેશન માટે રેમ્પ સર્વિસ એક્ઝિક્યુટિવ, હેન્ડીમેન, ડ્યુટી ઓફિસર, ડ્યુટી મેનેજર સહિતની વિવિધ જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. આ પદો માટેની અરજીઓ 1 નવેમ્બરથી સત્તાવાર વેબસાઇટ www.aiasl.in પર મોકલી શકાશે. પોસ્ટ મુજબ, અરજી કરવાની છેલ્લી તારીખ 11મી નવેમ્બરથી 14મી નવેમ્બર 2024 છે અને સારી વાત એ છે કે, આ પદો માટે ઉમેદવારોની પસંદગી સીધી ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.

પોસ્ટ નામ – ખાલી જગ્યા

  1. ડેપ્યુટી ટર્મિનલ મેનેજર – 01
  2. ડ્યુટી મેનેજર – 01
  3. ડેપ્યુટી મેનેજર રેમ્પ/મેન્ટેનન્સ – 02
  4. ડ્યુટી ઓફિસર – 03
  5. જુનિયર ઓફિસર-ટેક્નિકલ – 01
  6. કસ્ટમર સર્વિસ એકસિક્યુટિવ/જુનિયર કસ્ટમર સર્વિસ એકસિક્યુટિવ – 35
  7. હેન્ડીમેન – 45
  8. રેમ્પ સર્વિસીસ એક્ઝિક્યુટિવ – 04
  9. યુટિલિટી એજન્ટ કમ રેમ્પ ડ્રાઈવર – 15

એરપોર્ટ ઓફિસર જોબ લાયકાત

10મું/ડિપ્લોમા/ITI/12મું/સ્નાતક/એન્જિનિયરિંગ બેચલર ડિગ્રી/MBA વગેરે જેવી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે. પોસ્ટ પ્રમાણે લાયકાત અલગ રીતે નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત કેટલીક પોસ્ટ પર કામનો અનુભવ પણ માંગવામાં આવ્યો છે. ઉમેદવારો સત્તાવાર ભરતી નોટિફિકેશનમાંથી વિગતવાર માહિતી ચકાસી શકે છે.

ડાઉનલોડ કરો: AIASL ભરતી 2024 સત્તાવાર નોટિફિકેશન

10મું 12મું પાસ ફ્રેશર્સ માટે નોકરી: પગાર

  1. ઉંમર: આ એરપોર્ટ ભરતી માટે અરજી કરવા માટે, ઉમેદવારોની મહત્તમ ઉંમર પોસ્ટ મુજબ 28-50 વર્ષ નક્કી કરવામાં આવી છે.
  2. પગાર: પસંદ કરાયેલા ઉમેદવારોને પોસ્ટ મુજબ રૂ. 18840- રૂ. 60,000/- પ્રતિ મહિને પગાર મળશે.
  3. પસંદગી પ્રક્રિયા: આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી કોઈપણ પરીક્ષાની ઝંઝટ વિના સીધા ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.
  4. ઇન્ટરવ્યૂની તારીખો: ડેપ્યુટી ટર્મિનેટ મેનેજર, ડ્યુટી મેનેજર, ડેપ્યુટી મેનેજર રેમ્પ, ડ્યુટી ઓફિસર, જુનિયર ઓફિસર માટે ઇન્ટરવ્યૂ 11મી નવેમ્બરે યોજાશે. કસ્ટમ સર્વિસ એક્ઝિક્યુટિવ માટે 12 નવેમ્બરે, હેન્ડીમેન 13 નવેમ્બરે અને રેમ્પ સર્વિસ એક્ઝિક્યુટિવ, યુટિલિટી એજન્ટ કમ રેમ્પ ડ્રાઈવર માટે 14 નવેમ્બરે ઇન્ટરવ્યુ યોજાશે.
  5. સમય: સવારે 9.30 થી બપોરે 12.30 સુધી

ઉમેદવારોએ ઇન્ટરવ્યૂ માટે “સ્વામી સત્યાનંદ કોલેજ ઓફ મેનેજમેન્ટ એન્ડ ટેકનોલોજી, એ-બ્લોક, ગુરુ અમર દાસ એવન્યુ, એરપોર્ટ રોડ, અમૃતસર, પંજાબ (PIN-143001)” પર પહોંચવાનું રહેશે. અન્ય કોઈપણ માહિતી માટે, ઉમેદવારો AI સર્વિસ લિમિટેડની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.

આ પણ જૂઓ: કુદરતી સૌંદર્યથી ભરપૂર છે દહેરાદૂન, આ પાંચ જગ્યાની જરૂર લો મુલાકાત

Back to top button