ટ્રેન્ડિંગનેશનલ

IndiGo ફ્લાઇટના ફૂડ સેક્શનમાં વંદો જોવા મળ્યો, વીડિયો સર્ક્યુલેટ થતાં એરલાઇને જવાબ આપવો પડ્યો

નવી દિલ્હી, 25 ફેબ્રુઆરી: IndiGo ફ્લાઇટ્સ લાંબા સમય સુધી વિવાદોથી દૂર રહી શકતી નથી. હવે વધુ એક વીડિયો સામે આવ્યો છે જેણે ઇન્ડિગોને ફરી વિવાદમાં લાવી દીધી છે. ફ્લાઇટના ફૂડ સેક્શનમાંથી જીવિત વંદો મળી આવ્યો હતો. જેનો વીડિયો એક પેસેન્જરે શેર કર્યો છે. આ વીડિયો સર્ક્યુલેટ થતાં ઇન્ડિગો એરક્રાફ્ટમાં સ્વચ્છતા પ્રોટોકોલને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. તરુણ શુકલા નામના યુઝરે આ વીડિયો તેના X હેન્ડલ પર અપલોડ કર્યો છે.

યુઝર્સે કહ્યું કે IndiGo આ મુદ્દે બારીકાઈથી તપાસ કરશે

તરુણ શુક્લાએ તેમની પોસ્ટમાં લખ્યું કે, ફ્લાઇટના ફૂડ સેક્શનમાં વંદો ખૂબ જ ડરામણો હતો. આશા છે કે, IndiGo હવે આ મુદ્દે બારીકાઈથી નજર રાખશે અને તપાસ કરશે કે તે સામાન્ય રીતે નવી એરબસ A320sમાં આ કેવી રીતે બન્યું.આ વીડિયો સામે આવ્યા બાદ વિમાનમાં સ્વચ્છતાને લઈને લોકોમાં ચિંતા પેદા થઈ ગઈ છે.

ઇન્ડિગોએ તાત્કાલિક પગલાં લીધાં

જો કે, જવાબમાં ઇન્ડિગોએ મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા માટે તેમના વિમાનમાં સ્વચ્છતા જાળવવા માટે તાત્કાલિક પગલાં લીધાં છે. એરલાઇને સ્વચ્છતા પ્રત્યેની તેની પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો અને કોઈપણ અસુવિધા માટે ક્ષમા માંગી હતી. એરલાઇને એમ પણ લખ્યું, અમારા સ્ટાફે તરત જ ઓનબોર્ડ પર જરૂરી પગલાં લીધાં. સાવચેતીના પગલાં તરીકે અમે તરત જ સમગ્ર ફૂડ સેક્શનને સેનિટાઈઝ કર્યું. આ સિવાય ફ્યુમિગેશન અને ડિસઇન્ફેક્શન પ્રક્રિયાઓ હાથ ધરી. ઇન્ડિગોમાં અમે સલામત, પરેશાનીઓથી મુક્ત અનુભવ સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે સ્વચ્છતા અને સ્વચ્છતાના સર્વોચ્ચ ધોરણો જાળવીએ છીએ. મુસાફરોને થતી કોઈપણ અસુવિધા બદલ ખેદ છે.

યુઝર્સે સોશિયલ મીડિયા પર રોષે ભરાયા

આ વીડિયો સર્ક્યુલેટ થયા બાદ યુઝર્સ ઇન્ડિગો એરલાઇનની બેદરકારી સામે ટીકા કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, ઇન્ટરનેશનલ ફ્લાઇટ સૌથી ખરાબ છે, હંમેશા મોડી પડે છે અને કોઈ કોમ્પ્લિમેન્ટ્રી ડ્રિન્કસ નથી. હું ઇન્ડિગો ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે બેસવાનું ફરીથી ટાળીશ. બીજા એકે લખ્યું કે, IndiGo ફ્લાઇટ ખરેખર નકામી બની ગઈ છે. તે દુનિયામાં સૌથી સારામાંથી ખરાબ તરફ વળી રહી છે. એવું લાગે છે કે, તેમણે પોતાની લિડરશિપમાંથી સંપૂર્ણરીતે હાર માની લીધી છે.

આ પણ વાંચો: અમદાવાદ આવતી ઇન્ડિગોની ઉડતી ફ્લાઇટમાં ખામી સર્જાતાં પેસેન્જરોના જીવ તાવડે ચોંટયા

Back to top button