Diwali 2023ટ્રાવેલટ્રેન્ડિંગ
દિવાળી પર હવાઈ મુસાફરી પડશે મોંઘી, ભાડામાં 200%થી વધુનો વધારો


શું તમે દિવાળીમાં ફરવા જવાનું વિચારી રહ્યા છો, તો હવાઈ મુસાફરી કરવી તમને મોંઘી પડી શકે છે. વિદેશમાં મુસાફરી કરવાની વાત તો એકબાજુ મૂકી દો પણ દેશના એક શહેરથી બીજા શહેરમાં હવાઈ મુસાફરી કરવામાં તમારુ બજેટ પૂરુ થઈ જશે. કારણકે, તહેવારોની સિઝનમાં હવાઈ મુસાફરીના ભાડામાં 200 ટકાથી વધુનો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે.
કઈ ફ્લાઈટમાં કેટલું ભાડુ વધ્યું ?
- અમદાવાદ-કોચી જવા અને આવવાનું ભાડુઃ 57,000 રૂપિયા
- અમદાવાદ- ચંદીગઢ જવા-આવવાનું ભાડુઃ 35, 0000 રૂપિયા
- મુંબઈ-રાંચીનું ભાડુઃ 25,870 રૂપિયા
- દિલ્લી-રાંચીનું ભાડુઃ 16,400 રૂપિયા
- કોલકાતા-રાંચીનું ભાડુઃ 9,750 રૂપિયા
- રાંચી-બેંગલુરુનું ભાડુઃ 7,920 રૂપિયા
અમદાવાદથી સીધી અન્ય શહેરોમાં જતી આટલી ફ્લાઈટ વધી
- અમદાવાદ-જેસલમેર (રાજસ્થાન)
- અમદાવાદ-દીવ
- અમદાવાદ-આંદમાન નિકોબાર
- અમદાવાદ-આગ્રા (ઉત્તરપ્રદેશ)
તહેવાર ટાણે મોટી સંખ્યામાં લોકો દેશ અને વિદેશમાં ફરવા જતા હોય છે. જેના કારણે દેશના એક શહેરમાંથી અન્ય શહેરમાં જવા માટે કેટલીક નવી ફ્લાઈટ્સ પણ શરૂ કરવામાં આવી છે, તો કેટલીક ફ્લાઈટના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે.