નેશનલ

એરક્રાફ્ટ અને કારના અકસ્માતના દ્રશ્ય બોલિવુડની ફિલ્મથી ઓછા નથી, જુઓ વીડિયો

Text To Speech

દિલ્હી એરપોર્ટ મોટી દુર્ઘટના થતાં થતાં રહી ગઈ હતી. ટેક ઓફની તૈયારી દરમિયાન ઈન્ડિગોના વિમાન નીચે એક કાર આવી ગઈ હતી. જેના આખરે તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. તેમજ આ ફલાઈટમાં મુસાફરો પણ બેઠેલા હતા. છેલ્લા ઘણાં સમયથી વિમાનમાં ખામીના કારણે ઈન્ડિગો કંપની ચર્ચામાં રહેલી છે.

આ તરફ દિલ્હી એરપોર્ટ પર આ એરક્રાફ્ટ તૈયાર હતું ત્યારે ગો ફર્સ્ટ એરલાઇનની એક કાર તેની નીચે આવી ગઈ હતી અને ટક્કર થતા રહી ગઈ છે. ગો ફર્સ્ટ એરલાઇનની એક કાર આજે દિલ્હી એરપોર્ટ પર ઇન્ડિગો A320neo એરક્રાફ્ટની નીચે આવી ગઈ હતી, જે પ્લેનના નોઝ વ્હીલ સાથે અથડાવવાની હતી. આ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જો કે તેમાં કોઈને ઈજા નથી થઈ.

અહેવાલો અનુસાર, કાર ઈન્ડિગોના વિમાનની નીચે આવી ગઈ હતી. ઈન્ડિગો પ્લેન 6E2002 પટના જવા માટે તૈયાર હતું. ત્યારે એક કાર પ્લેનના પૈડા નીચે આવી ગઈ હતી. આ ઘટના બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, બાદમાં ફ્લાઈટ સમયસર પટના જવા રવાના થઈ હતી.

ગો-ફર્સ્ટ કંપનીની કાર
કાર ત્યાં કેવી રીતે પહોંચી તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. આ પછી ડ્રાઈવરનો આલ્કોહોલ ટેસ્ટ કરવામાં આવ્યો. તેમનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. અધિકારીઓ ડ્રાઈવરને પૂછપરછ કરી રહ્યા છે કે તે વાહન લઈને ત્યાં કેમ ગયો. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ઈન્ડિગોનો ગ્રાઉન્ડ સ્ટાફ પ્લેનની નીચે કાર જોઈને ચોંકી ગયો છે. વીડિયોમાં લોકો કહી રહ્યા છે કે પ્લેનને નુકસાન થઈ શકે છે. શું ડ્રાઈવર સૂતો હતો? આ કાર ગો ફર્સ્ટ કંપનીની કાર હતી. ગો ફર્સ્ટના સૂત્રોએ જણાવ્યું કે સદનસીબે કાર પ્લેનને અડકી પણ ન હતી. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. ઈન્ડિગો એરક્રાફ્ટને કોઈ નુકસાન થયું નથી.

સૂત્રોના જણાવ્યા અનુસાર જ્યાં સુધી વિમાન પાર્ક હતું ત્યાં સુધી કોઈ વાહનને લઈ જવાની મંજૂરી નથી. વિમાનમાં મુસાફરો પણ બેઠા હતા. આ ચાલકે કયા સંજોગોમાં કારને ત્યાં લઈ ગઈ તેની તપાસ કરવામાં આવી રહી છે. સુરક્ષાકર્મીઓ ડ્રાઈવરની પૂછપરછ કરી રહ્યા છે.

Back to top button