ટોપ ન્યૂઝબિઝનેસ

મોંઘી થશે હવાઈ સફર, 5 ટકાના વધારા સાથે ATFની કિંમત પહોંચી રેકોર્ડ લેવલે

Text To Speech

હવાઈ સફર હજુ વધુ મોંઘી થઈ શકે છે. સરકારી ઓઈલ કંપનીઓએ આજે ફરીથી હવાઈ ઈંધણનના ભાવમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. ATFની કિંમતમં 5 ટકાનો વધારો કરાયો છે. આ વધારા પછી વિમાનમાં ઈંધણની કિંમત રેકોર્ડ લેવલે પહોંચી ગઈ છે. વર્ષ 2022માં વિમાન ઈંધણની કિંમતમાં 10મી વખત વધારો થયો છે.

5 ટકાનો વધારો થયો
ધ ગ્લોબલ લેવલે ક્રુડ ઓઈલના ભાવમાં જોવા મળતા ઉછાળાની અસર વિમાન ઈંધણ પર પડી. સરકારી ઓઈલ કંપનીઓએ ATFની કિંમતમાં 5 ટકાનો વધારો કર્યો છે. દેશની રાજધાનીમાં ATFનો ભાવ 123,039.71 રૂપિયા પ્રતિ કિલોમીટર એટલે (123 રૂપિયા લીટર)સુધી પહોંચી ગયા છે.

દર 15 દિવસે ભાવની સમીક્ષા કરાય છે
સરકારી ઓઈલ કંપનીઓ દર મહિના 1 અને 16 તારીખે વિમાન ઈંધણના ભાવની સમીક્ષા કરે છે. આ વર્ષે 1 જાન્યુઆરી પછીથી હવાઈ ઈંધણ લગભગ 61 ટકા જેટલું મોંઘુ થઈ ગયું છે.

કોલકાતા અને મુંબઈમાં શું છે ભાવ?
મુંબઈમાં ATFના ભાવ હવે 121,848.11 રૂપિયા પ્રતિ કિલોમીટર થઈ ગયા છે. કોલકાતામાં આ 127,854.60 રૂપિયા અને ચેન્નાઈમાં 127,286 રૂપિયા પ્રતિ કિલોમીટરે પહોંચ્યા છે.

એવિએશન ઈન્ડસ્ટ્રી પર મોંઘા ઈંધણનો ફટકો
મોંઘા ક્રુડ ઓઈલને કારણે હવાઈ ઈંધણના ભાવમાં છેલ્લાં ચાર મહિનામાં જોરદારો ઉછાળો જોવા મળ્યો છે. જેનો ભોગ દેશની એવિએશન ઈન્ડસ્ટ્રીઝે ઉઠાવવો પડી રહ્યો છે. મોંઘા હવાઈ ઈંધણના કારણે એરલાઈન્સ કંપનીઓએ ભાડા વિધારી દીધા છે જેની અસર હવાઈ સફર કરનારા યાત્રિકો પર પડી રહી છે. રેટિંગ એજન્સી ICRAએ પોતાના રિપોર્ટમાં કહ્યું કે ATFની વધતી કિંમતની અસર દેશના એવિએશન ઈન્ડસ્ટ્રીની રિકવરી પર પડી શકે છે.

Back to top button