ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

એરઇન્ડિયાની આધુનિકીકરણ અને વિસ્તરણ ઝૂંબેશ ધીમી પડી, આ કારણો છે જવાબદાર

Text To Speech

નવી દિલ્હી, 19 માર્ચઃ એરઇન્ડિયાની આધુનિકીકરણ અને વિસ્તરણ ઝૂંબેશ ધીમી પડી રહી છે એટલ જ નહી જેટ ઉત્પાદકો બોઇંગ અને એરબસનો સપ્લાય ખોરંભે ચડતા આ અછત ચારથી પાંચ વર્ષ લાંબી ચાલવાની શક્યતા સેવાય છે ત્યારે જેટઉત્પાદકો બોઇંગ અને એરબસનો સપ્લાય ખોરંભે ચડતા વૈશ્વિક એરક્રાફટની અછત એરલાઇનની વૃદ્ધિને અવરોધી રહી છે. આ પ્રકારના અવરોધોને કારણે એરલાઇનને આયોજન કરતા વધુ લાંબા સમય સુધી જૂના જેટ્સનો ઉપયોગ કરવો પડી રહ્યો છે, જેના કારણે નિભાવ ખર્ચમાં વધારો થયો છે એમ એર ઇન્ડિયાના સીઇઓ કેમ્પબેલ વિલ્સને જણાવ્યું હતું.

એક સમારોહમાં પોતાના સંબોધનમાં વિલ્સને જણાવ્યું હતુ કે નેરોબોડી જેટ એન્જિન્સ, બિઝનેસ અને ફર્સ્ટ ક્લાસ સિટ્સના સપ્લાયમાં અને એરક્રાફ્ટ ફ્યૂઝલેગ્સના કેટલાક સાધનોના સપ્લાયમાં કેટલીક સમસ્યાઓ જોઇ રહ્યો છું. ટાટા જૂથે એરલાઇનનો અંકુશ લીધા બાદના બે વર્ષ પછી એર ઇન્ડિયા મહત્ત્વાકાંક્ષી કાયાપલટની વ્યહરચનાની મધ્યમાં છે પરંતુ જેટ ડિલીવરીમાં થયેલા વિલંબને કારણે તેના પુનઃગઠનના પ્રયત્નોમાં મુશ્કેલી પેદા થઇ છે.

વિલંબને નાથવા માટે એર ઇન્ડિયા શું પગલાં લઇ રહી છે તેવા પ્રશ્નના જવાબમાં વિલ્સને જણાવ્યું હતુ કે અમે બહુ વધુ કરી શકીએ તેમ નથી. અમે અન્ય એરલાઇનની જેમ જ સંજોગોના શિકાર બન્યા છીએ.

“જો તમારી ક્ષમતા મર્યાદિત હોય, તો તમારે વળતરને મહત્તમ કરવા માટે જ્યાં તમે એરક્રાફ્ટ ગોઠવો છો તેના સંદર્ભમાં તમારે થોડું વધુ કઠોર બનવાની જરૂર છે એમ કહેતા તેમણે ઉમેર્યું હતુ કે “તેનો અર્થ એ છે કે તમે જે સ્થાનો વિસ્તરણ કરવા માંગો છો ત્યાં તમે વિસ્તરણ કરી શકતા નથી.”

વિલ્સને ઉમેર્યું હતું કે એરક્રાફ્ટ લીઝ પર લેવા માટેની એરલાઇન્સ વચ્ચેની સ્પર્ધા અને ઉપલબ્ધ વિવિધ રૂપરેખાઓ લીઝિંગ એરક્રાફ્ટને પડકારરૂપ બનાવે છે. 2023માં, અબજો ડોલરના સુધારાના ભાગ રૂપે, એર ઇન્ડિયાએ એરબસ અને બોઇંગ પાસેથી 470 જેટનો ઓર્ડર આપ્યો, જેમાં યુએસ પ્લેન ઉત્પાદકના 10 વિલંબિત 777X એરક્રાફ્ટ અને 190 બોઇંગ 737 MAX જેટનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ એલઆઇસી માર્ચના અંત સુધીમાં હેલ્થ ઇન્સ્યોરન્સમાં ઝંપલાવી શકે છે

Back to top button