એર ઈન્ડિયાના બોઈંગ 747એ ‘વિંગ વેવ’ સાથે મુંબઈથી ભરી અંતિમ ઉડાન
મુંબઈ, 22 એપ્રિલ : એર ઈન્ડિયાએ તેના છેલ્લા બોઈંગ 747ને વિદાય આપી છે. આ વિમાને મુંબઈથી પ્રસ્થાન કર્યું છે. જે આઈકોનિક જમ્બો જેટ માટે એક યુગના અંત સમાન છે. એર ઈન્ડિયાએ સોમવારે તેના છેલ્લા બાકી રહેલા બોઈંગ 747ને અલવિદા કહ્યું, જે સાથે આઈકોનિક જમ્બો જેટના યુગનો અંત આવ્યો. એક સમયે VT-EVA તરીકે રજીસ્ટર થયેલું અને “આગ્રા” નામનું આ વિમાન વિદેશી કંપનીને વેચાયા બાદ છેલ્લી વખત મુંબઈ એરપોર્ટ પરથી ટેકઓફ થયું હતું. બે બોઇંગ 747 એરક્રાફ્ટ સારી સ્થિતિમાં છે, એકે સોમવારે સવારે મુંબઈથી ઉડાન ભરી હતી અને બીજું ટૂંક સમયમાં ટેકઓફ થવાની ધારણા છે.
ગયા વર્ષે એર ઇન્ડિયાએ આ વિમાનોને સેવાનિવૃત્તિ આપી હતી. તેની નિવૃત્તિ બાદ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા ડિ-રજિસ્ટર્ડ કરાયેલા એરક્રાફ્ટમાંથી એર ઈન્ડિયાના ચિહ્ન અને શીર્ષકોને હટાવી દેવામાં આવ્યા હતા. જેનાથી કામચલાઉ યુએસ નોંધણી, N940AS, ચિહ્નિત કરવાનો માર્ગ મોકળો થયો હતો.
“આજે, આ આઇકોનિક એર ઈન્ડિયા બોઈંગ 747માંથી એક છેલ્લી વખત મુંબઈથી ઉપડ્યું હતું. ગયા વર્ષે નિવૃત્તિ પછી DGCA દ્વારા તેનું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યું હતું, અને તેનું “એર ઇન્ડિયા” શીર્ષક અને લોગો દૂર કરવામાં આવ્યો હતો. તેથી અસ્થાયી યુએસ રજીસ્ટ્રેશન, N940AS, તેના માટે ગયા અઠવાડિયે અરજી કરવામાં આવી હતી, જેથી તે તેના ભૂતપૂર્વ હોમ બેઝથી ઉડાન ભરી શકે.”
સવારે આશરે 10:47 વાગ્યાની આસપાસ વિમાનને સાન્તાક્રુઝ આકાશમાં “વિંગ વેવ’ કર્યું હતું. જે ઉડ્ડયન પરંપરા અનુસાર નિવૃત્ત અથવા સેવા સમાપ્ત પર કરવામાં આવે છે.
આ પણ વાંચો: પાકિસ્તાની સેનાપતિઓ પણ આ મંદિરમાં માથું નમાવે છે, જાણો તેનું મહત્ત્વ