Air India અને Airbus વચ્ચે 250 એરક્રાફ્ટની ડીલ, જાણો- PM મોદીએ શું કહ્યું ?
પીએમ મોદીએ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરી હતી. આ દરમિયાન ન્યૂ એર ઈન્ડિયા-એરબસ વચ્ચે 250 એરક્રાફ્ટની ડીલ થઈ હતી.
This achievement shows that Airbus &all its French partners are fully dedicated to develop new areas of cooperation with India. We've achieved so much with India. We've historic opportunity to go much further, given the potential of Indian people: French President Emmanuel Macron pic.twitter.com/MBrVxkJJaO
— ANI (@ANI) February 14, 2023
પીએમ મોદીએ મીટિંગ દરમિયાન કહ્યું, “આ મહત્વપૂર્ણ ડીલ ભારત અને ફ્રાન્સ વચ્ચેના ગાઢ સંબંધો તેમજ ભારતના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રની સફળતાઓ અને આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરે છે.” તેમણે એર ઈન્ડિયા અને એરબસ સાથેના સોદાની પણ જાહેરાત કરી તે માટે અભિનંદન પણ આપ્યા હતા. આ કાર્યક્રમમાં જોડાવા બદલ રાષ્ટ્રપતિ મેક્રોનનો આભાર માન્યો.
આ પણ વાંચોઃ
એરશોમાં પ્રદર્શિત HLFT-42 એરક્રાફ્ટના પાછળના ભાગમાંથી ‘ભગવાન હનુમાન’ની તસવીર હટાવી
‘નવી તકો ખુલી રહી છે’
પીએમ મોદીએ કહ્યું કે અમારી પ્રાદેશિક કનેક્ટિવિટી સ્કીમ (ઉડાન) દ્વારા દેશના દૂરના ભાગોને પણ એર કનેક્ટિવિટી દ્વારા જોડવામાં આવી રહ્યા છે, જે લોકોના આર્થિક અને સામાજિક વિકાસને વેગ આપે છે. તેમણે માહિતી આપી હતી કે ભારતના ‘મેક ઇન ઇન્ડિયા – મેક ફોર ધ વર્લ્ડ’ વિઝન હેઠળ એરોસ્પેસ મેન્યુફેક્ચરિંગમાં ઘણી નવી તકો ખુલી રહી છે.
પીએમ મોદીએ શું કહ્યું?
પીએમ મોદીએ કહ્યું કે તે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રની સુરક્ષા અને સ્થિરતાની વાત હોય, વૈશ્વિક ખાદ્ય સુરક્ષાની હોય કે સ્વાસ્થ્ય સુરક્ષાની. ભારત અને ફ્રાન્સ સાથે મળીને આ બધામાં સકારાત્મક યોગદાન આપી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે બંને દેશોની ભાગીદારી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા અને બહુપક્ષીય વ્યવસ્થાની સ્થિરતા અને સંતુલન સુનિશ્ચિત કરવામાં સીધી ભૂમિકા ભજવી રહી છે.