Tata ગ્રૂપમાં Air Indiaની વાપસી થઈ ત્યારથી જ એ સ્પષ્ટ થઈ રહ્યું હતું કે કંપની તેને તેની ખોવાયેલી ભવ્યતા પાછી આપશે. તેને વિશ્વની સૌથી લક્ઝુરિયસ એરલાઇન્સમાંની એક બનાવશે. હાલમાં જ જ્યારે એર ઈન્ડિયાએ 470 નવા એરક્રાફ્ટ ખરીદવાનો ઓર્ડર આપ્યો ત્યારે કંપનીની આ યોજનાને પણ મંજૂરી મળી ગઈ હતી. Tata ગ્રૂપની અન્ય Vistara વિસ્તારા સાથે એર ઇન્ડિયાના મર્જરના અહેવાલો પહેલાથી જ હતા, હવે કંપનીના સીઇઓ કેમ્પબેલ વિલ્સને સ્પષ્ટ કર્યું છે કે Vistaraનું નામ ગાયબ થઈ જશે અને તે એર ઇન્ડિયા તરીકે ઓળખાશે.
એર ઈન્ડિયાના સીઈઓ કેમ્પબેલ વિલ્સને કહ્યું કે એર ઈન્ડિયાનું નામ દુનિયાભરમાં વધુ લોકપ્રિય છે. તેથી જ કંપનીએ Vistaraના નામને અલવિદા કહેવાનું મન બનાવી લીધું છે. વિલીનીકરણ બાદ Vistaraના એરક્રાફ્ટ પણ Air India બ્રાન્ડ નામથી ઉડાન ભરશે.
5.8 લાખ કરોડમાં 470 વિમાન ખરીદશે
આ સાથે કેમ્પબેલ વિલ્સને 470 એરક્રાફ્ટ માટે કંપનીના ઓર્ડરની વિગતો પણ શેર કરી. તેમણે કહ્યું કે આ ઓર્ડર લગભગ રૂ. 5.8 લાખ કરોડનો છે. ફ્રાન્સની એરબસ અને અમેરિકાની બોઇંગને આગામી 8 વર્ષમાં આ ઓર્ડર સપ્લાય કરવાનો છે.
કેમ્પબેલ વિલ્સને જણાવ્યું હતું કે તેના પોતાના સંસાધનો ઉપરાંત, એર ઈન્ડિયા આ સોદા માટે રોકડ પ્રવાહ, શેરહોલ્ડર ઈક્વિટી અને વેચાણ અને એરક્રાફ્ટના લીઝ બેકમાંથી નાણાં એકત્ર કરશે.
સ્પર્ધા પંચની મંજૂરીની રાહ
એર ઈન્ડિયાના સીઈઓએ કહ્યું કે વિસ્તારાના મર્જરની પ્રક્રિયા ચાલી રહી છે. એર ઈન્ડિયા આ સોદો પૂર્ણ કરવા માટે કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાની મંજૂરીની રાહ જોઈ રહી છે.