ટ્રેન્ડિંગનેશનલયુટિલીટીવીડિયો સ્ટોરી

એર ઈન્ડિયાએ ભારતની સંસ્કૃતિ સાથે ફ્લાઈટ સેફ્ટીની સૂચનાઓ જારી કરી, જૂઓ વીડિયો

  • એર ઈન્ડિયાએ એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ભારતના વિવિધ રાજ્યોની સંસ્કૃતિ દ્વારા ફ્લાઈટ સેફ્ટી સૂચનાઓ સમજાવવામાં આવી છે

નવી દિલ્હી, 25 ફેબ્રુઆરી: એર ઈન્ડિયાએ શુક્રવારે તેનો નવો ઈન્ફ્લાઇટ સેફ્ટી વીડિયો ‘સેફ્ટી મુદ્રા’ લોન્ચ કર્યો છે. તે ભારતના વિવિધ શાસ્ત્રીય અને લોક નૃત્યો દ્વારા ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ બતાવવામાં આવી છે. આ સાથે ફ્લાઇટ સેફ્ટી સાથે જોડાયેલી બાબતોને પણ આ લોકનૃત્યો દ્વારા સમજાવવામાં આવી છે. એરલાઇન્સ દ્વારા શેર કરવામાં આવેલા વિડિયોમાં ભરતનાટ્યમ, ઓડિસી, કથકલી, કથક, ઘૂમર, બિહુ અને ગીદ્ધા જેવા અનેક લોક નૃત્યો બતાવવામાં આવ્યા છે. આ વીડિયો દરમિયાન મુસાફરોની સુરક્ષા સાથે જોડાયેલી માહિતી પણ આપવામાં આવી છે. આ વિડિયોમાં દર્શાવવામાં આવેલ દરેક લોકનૃત્યની ‘મુદ્રા’ અથવા હાથના ઈશારાથી સૂચનાઓ બતાવવામાં આવી છે.

એર ઈન્ડિયાએ X પર વીડિયો પોસ્ટ કર્યો

એર ઈન્ડિયાએ આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યો છે. વિડિયો સાથેની પોસ્ટમાં લખ્યું છે કે, ‘સદીઓથી ભારતીય શાસ્ત્રીય નૃત્ય અને લોક-કલા સ્વરૂપોએ વાર્તા કહેવા અને સૂચના માટે એક માધ્યમ તરીકે સેવા આપી છે. આજે તે બીજી વાર્તા કહી રહ્યો છે, આ વાર્તા ફ્લાઇટ સેફ્ટી સાથે સંબંધિત છે. ભારતની સમૃદ્ધ અને વૈવિધ્યસભર નૃત્ય પરંપરાઓથી પ્રેરિત એર ઈન્ડિયાની નવી સુરક્ષા ફિલ્મ રજૂ કરી રહ્યાં છીએ.’ એરલાઇન દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, આ વીડિયો ડિરેક્ટર ભરત બાલા, મેકકેન વર્લ્ડ ગ્રુપ એશિયા પેસિફિકના પ્રમુખ, ગીતકાર પ્રસૂન જોશી અને ગાયક-સંગીતકાર શંકર મહાદેવનના સહયોગથી બનાવવામાં આવ્યો છે.

અહીં જૂઓ એર ઈન્ડિયા દ્વારા શેર કરવામાં આવેલો વીડિયો:

 

ભારતની સંસ્કૃતિ દર્શાવતી ડિઝાઇન

એર ઈન્ડિયાના સીઈઓ અને એમડી કેમ્પબેલ વિલ્સને જણાવ્યું કે, “દેશના ધ્વજવાહક અને ભારતીય કલા અને સંસ્કૃતિના લાંબા સમયથી સંરક્ષણના રુપમાં એર ઈન્ડિયા આ વીડિયોને કલાત્મક સ્વરૂપમાં રજૂ કરવામાં આનંદ અનુભવે છે, આ વીડિયો ભારતની સમૃદ્ધ સંસ્કૃતિને બતાવાની સાથે જરુરી સલામતી સૂચનાઓ આપવા માટે બનાવવામાં આવ્યો છે.’ વિશ્વભરના પ્રવાસીઓ માટે અલગ રીતે આ ઇનફ્લાઇટ સેફ્ટી વિડિયો અમારા મહેમાનોને વધારેમાં વધારે માહિતી પ્રદાન કરશે. એરલાઈન્સના એક રીલીઝમાં જણાવવામાં આવ્યું છે કે, શરુઆતમાં સેફ્ટી વીડિયો એર ઈન્ડિયાના A350 એરક્રાફ્ટ પર ઉપલબ્ધ થશે. A350 એર ઈન્ડિયાના એરક્રાફ્ટમાં તાજેતરનો ઉમેરો છે.

આ પણ વાંચો: અયોધ્યા જવાનું વિચારો છો? જો હા, તો આ સમાચાર એકવાર જરુર વાંચી લેજો, નહીંતર છેતરાશો

Back to top button