ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

યુદ્ધના કારણે ઠપ્પ થયેલી એર ઈન્ડિયાની દિલ્હીથી તેલ અવીવ સુધીની ફ્લાઈટ ફરી શરૂ

Text To Speech

નવી દિલ્હી, 06 માર્ચ: એર ઈન્ડિયાએ ફરી એકવાર દેશની રાજધાની દિલ્હીથી ઇઝરાયેલના તેલ અવીવ સુધી હવાઈ સેવા શરૂ કરી છે. એર ઈન્ડિયા દ્વારા દિલ્હી અને તેલ અવીવ વચ્ચે બોઈંગ 787 એરક્રાફ્ટનું સંચાલન કરવામાં આવશે. અઠવાડિયામાં ત્રણ દિવસ મંગળવાર, ગુરુવાર અને રવિવાર ફ્લાઈટ્સ ઉડાન ભરશે. મહત્ત્વનું છે કે, એર ઈન્ડિયાની ફ્લાઈટ દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટથી સાંજે 4:00 વાગ્યે ઉપડે છે અને તેને તેલ અવીવ પહોંચવામાં લગભગ 6:55 કલાકનો સમય લાગે છે.

યુદ્ધ પછી ઉડ્ડયન સેવા બંધ કરાઈ હતી

ઑક્ટોબર 7, 2023 ના રોજ હમાસે ઇઝરાયેલ પર હુમલો કર્યા પછી એર ઇન્ડિયા દ્વારા તેલ અવીવની તમામ ફ્લાઇટ્સ બંધ કરવામાં આવી હતી. આ પછી એરલાઇન સેવા ફરી શરૂ કરવામાં આવી છે.

ભારતે ઈઝરાયેલમાં રહેતા ભારતીયો માટે કરી એડવાઈઝરી જારી

ઇઝરાયેલમાં ભારતીય દૂતાવાસ દ્વારા મંગળવારે ભારતીય નાગરિકો માટે એક એડવાઇઝરી જારી કરવામાં આવી છે. જેમાં નાગરિકોને દેશના સુરક્ષિત વિસ્તારોમાં જવા માટે કહેવામાં આવ્યું છે. આ એડવાઈઝરી એવા સમયે જારી કરવામાં આવી છે જ્યારે લેબનોન તરફથી કરવામાં આવેલા મિસાઈલ હુમલામાં એક ભારતીય નાગરિક સહિત બે લોકો ઘાયલ થયા છે. ભારતીય દૂતાવાસ દ્વારા સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે સુરક્ષાની સ્થિતિને ધ્યાનમાં રાખીને, ઇઝરાયેલમાં રહેતા તમામ ભારતીયોને સલામત વિસ્તારોમાં ખસી જવાની અપીલ કરવામાં આવે છે.

આ પણ વાંચો: ઇઝરાયેલમાં હિઝબુલ્લાહના આંતકી હુમલામાં એક ભારતીય નાગરિકનું મૃત્યુ, અન્ય બે ઈજાગ્રસ્ત

Back to top button