ટોપ ન્યૂઝનેશનલબિઝનેસ

બેંગ્લોર જતી Air India ફ્લાઈટનું દિલ્હી ખાતે ઈમરજન્સી લેન્ડિંગ

Text To Speech
  • એર કન્ડીશનીંગ યુનિટમાં આગ લાગવાની શંકાએ ફ્લાઈટ રોકાઈ
  • ફ્લાઈટમાં 175 મુસાફરો હોવાનું આવ્યું સામે
  • મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ

નવી દિલ્હી, 17 મે : બેંગલુરુ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટના એર કન્ડીશનીંગ યુનિટમાં શંકાસ્પદ આગ લાગી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે આગ લાગવાને કારણે વિમાન રાષ્ટ્રીય રાજધાની પરત ફર્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, એરક્રાફ્ટ ઓપરેટિંગ ફ્લાઈટ AI 807 રાષ્ટ્રીય રાજધાનીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતરી ગયું છે. સૂત્રોએ જણાવ્યું કે વિમાનમાં 175 લોકો સવાર હતા.

Air India

સૂત્રોના જણાવ્યા અનુસાર પ્લેનના એર કન્ડીશનીંગ યુનિટમાં શંકાસ્પદ આગ લાગી હતી અને ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. વિમાને સાવચેતીના ભાગરૂપે સાંજે 6.40 કલાકે સુરક્ષિત લેન્ડિંગ કર્યું હતું. એરલાઇનના એક અધિકારીએ જણાવ્યું કે મુસાફરો માટે બેંગલુરુ જવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

Back to top button