ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ
મુંબઈથી ટેકઓફ થયેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ઈમરજન્સી એલર્ટ, લંડનમાં તાકીદનું લેન્ડિંગ
નવી દિલ્હી, 17 ઓક્ટોબ: મુંબઈથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું લેન્ડિંગ ન થવાના કારણે ઈમરજન્સી એલર્ટ મેસેજ આપવામાં આવ્યો છે. જોકે તેના કારણો જાણી શકાયા નથી. એર ઈન્ડિયાની ફ્લાઈટ AI129 7700 લંડનના બહારના વિસ્તારમાં ચક્કર લગાવી રહી છે. જોકે પછીથી મળતા અહેવાલ અનુસાર ફ્લાઈટનું લંડનમાં તાકીદનું ઉતરાણ કરાવવામાં આવ્યું છે અને વિમાન ખાલી કરીને તપાસ કરવામાં આવી રહી છે.
ફ્લાઈટ ટ્રેકર Flightradar24 એ અહેવાલ આપ્યો છે કે એર ઈન્ડિયાની ફ્લાઈટે લંડનની ઉપર ઉડતી વખતે ઈમરજન્સી સિગ્નલ મોકલ્યો હતો, જો કે ઈમરજન્સી સિગ્નલ મોકલવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
આ સમાચાર અપડેટ કરવામાં આવી રહ્યા છે
આ પણ વાંચો :બહરાઇચ હિંસામાં 5 આરોપીઓની ધરપકડ, એન્કાઉન્ટરમાં બેને ગોળી, નેપાળ ભાગી જવાનો હતો પ્રયાસ