ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલહેલ્થ

દિલ્હી-NCRનું પ્રદૂષણ દરેક વ્યક્તિને 10 ‘સિગારેટ’ પીવા જેટલું નુકસાન કરે છે

  • દિલ્હીમાં AQI 450એ પહોંચ્યો છે, તો નોઈડામાં AQI 600ને પાર
  • પ્રદૂષણ નિયંત્રણ માટે GRAPનો ચોથો તબક્કો લાગુ કરાયો

દિલ્હી-NCR: નવેમ્બર મહિનાની શરુઆત થતાંની સાથે જ દિલ્હી-NCR વિસ્તારમાં પ્રદૂષણનું પ્રમાણ દર વર્ષે વધી જાયા છે. દર વર્ષ કરતાં પણ આ વર્ષે દિલ્હી-NCRની હવા વધુ ઝેરીલી બની છે. આજે દિલ્હીમાં AQI 450એ પહોંચ્યો છે. જ્યારે નોઈડામાં તો 600ને પાર કરી ગયો છે. દિલ્હી-એનસીઆરમાં સ્થિતિ એવી થઈ ગઈ છે કે દરેક વ્યક્તિ એટલી પ્રદૂષિત હવા શ્વાસમાં લઈ રહ્યો છે જે 10થી 12 સિગારેટ પીવા બરાબર છે.

દિલ્હી-એનસીઆરમાં વધતા પ્રદૂષણને કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ, આંખમાં બળતરા અને એલર્જી જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. દિલ્હીમાં કેજરીવાલ સરકારે ઘણાં પગલાં લીધાં છે, પરંતુ તે અપૂરતા સાબિત થઈ રહ્યાં છે. હવાની ગુણવત્તા દિવસેને દિવસે ધટી રહી છે.

હવા એટલી પ્રદૂષિત છે કે 10 સિગારેટ પીવા બરાબર

દિલ્હીમાં AQI 450 આસપાસ રહે છે. નોઈડામાં સ્થિતિ વધુ ખરાબ છે. અહીં AQI 600ને પાર કરી ગયો છે. નિષ્ણાતોના મતે, એક સિગારેટ 64.8 AQI ઉત્સર્જન કરે છે. એટલે કે જ્યારે નોઈડામાં AQI 616 છે, ત્યારે દરેક વ્યક્તિ 10 સિગારેટ જેટલી પ્રદૂષિત હવા શ્વાસમાં લઈ રહ્યો છે.

પ્રદૂષણને કાબૂમાં લેવા દિલ્હીમાં ફાયર બ્રિગેડ તૈનાત

દિલ્હીમાં AQIનો પારો 450 એ પહોંચ્યો છે. દિલ્હી-એનસીઆરના લોકોને દર વર્ષે નવેમ્બર મહિનામાં પ્રદૂષણનો સામનો કરવો પડે છે. સરકારો ઘણી મોટી જાહેરાતો કરે છે, પરંતુ ઝેરી હવા કાબૂમાં આવતી નથી. આ વર્ષે પણ પ્રદૂષણને કાબૂમાં લેવા માટે દિલ્હીમાં ફાયર બ્રિગેડ તૈનાત કરવામાં આવી છે. ટેન્કરો દ્વારા રસ્તાઓ પર પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે જેથી ધૂળ ઓછી થાય અને એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) સુધરે, પરંતુ આ વ્યવસ્થાઓ અસરકારક સાબિત થઈ રહી નથી.

પ્રદૂષણ નિયંત્રણ માટે GRAPનો ચોથો તબક્કો અમલમાં મૂકાયો

દિલ્હી-એનસીઆરમાં વધતા AQIને ધ્યાનમાં રાખીને GRAPનો ચોથો તબક્કો લાગુ કરવામાં આવ્યો છે. GRAP-4 તબક્કામાં, જાહેર પ્રોજેક્ટ સંબંધિત બાંધકામ અને દિલ્હીમાં પ્રદૂષિત ટ્રક અને ફોર-વ્હીલર કોમર્શિયલ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. અન્ય રાજ્યોમાંથી ફક્ત CNG, ઇલેક્ટ્રિક અને BS-VI અનુરૂપ વાહનોને જ દિલ્હીમાં પ્રવેશવાની મંજૂરી છે. તે જ સમયે, આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા વાહનોને આમાંથી મુક્તિ આપવામાં આવી છે.

આ સિવાય હાઈવે, રોડ, ફ્લાયઓવર, ઓવરબ્રિજ, પાવર ટ્રાન્સમિશન લાઈનો, પાઈપલાઈન જેવા સાર્વજનિક પ્રોજેક્ટમાં બાંધકામ અને ડિમોલિશનના કામ પર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે.

AQI શું છે, તે કેવી રીતે માપવામાં આવે છે?

એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) નો ઉપયોગ દૈનિક હવાની ગુણવત્તાની જાણ કરવા માટે થાય છે. તે તમને જણાવે છે કે તમારી હવા કેટલી સ્વચ્છ અથવા પ્રદૂષિત છે અને તેનાથી સંબંધિત આરોગ્ય અસરો જે તમારા માટે ચિંતાનો વિષય હોઈ શકે છે. AQI પ્રદૂષિત હવા શ્વાસ લેવાના કલાકો અથવા દિવસોમાં તમારા સ્વાસ્થ્ય પર થતી અસરો પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

આ પણ વાંચો: કેન્દ્ર સરકારે મહાદેવ સહિત 22 સટ્ટાબાજી એપ પર લગાવ્યો પ્રતિબંધ

Back to top button