EVENING NEWS CAPSULE : મુંબઈમાં એર હોસ્ટેસનું ગળું કાપીને હત્યા, વિક્રમ લેન્ડરે ચંદ્ર પર ફરી લેન્ડિંગ કર્યું, સુરતમાં ગટરમાં ચાર શ્રમિકો ગૂંગળાયા
મુંબઈમાં એર હોસ્ટેસનું ગળું કાપીને હત્યા
હાલ દેશભરમાં હત્યાના ગુનામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. તેવામાં મુંબઈમાં એક એર હોસ્ટેસની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં છત્તીસગઢની રાજધાની રાયપુરની એક એર હોસ્ટેસની મુંબઈમાં હત્યા કરવામાં આવી હતી. જેનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં તેના ફ્લેટમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
વધુ વાંચો : મુંબઈમાં એર હોસ્ટેસનું ગળું કાપીને હત્યા, શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળતા પોલીસે તપાસ હાથધરી
CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે બેઠક
સાળંગપુર ભીંતચિત્ર વિવાદને લઈને સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. ત્યારે હવે આ મામલો બેકાબુ થતો જણાતા રાજ્ય સરકારે ઝંપલાવ્યું છે. થોડી જ વારમાં સ્વામિનારાયણના સંતોની બેઠક મળશે. સરકાર સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ સાથે મંત્રણા મળવાની છે. CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં થોડી વારમાં બેઠક યોજાશે, જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહેશે.
ચાંદ પર વિક્રમ લેન્ડરનું ફરી લેન્ડિંગ
ISRO ચંદ્ર પર સતત પ્રયોગો કરી રહ્યું છે. આ ક્રમમાં ફરીથી વિક્રમ લેન્ડરનું સોફ્ટ લેન્ડિંગ કરવામાં આવ્યું હતુ. ચંદ્રયાન 3 મિશન પર ગયેલું વિક્રમ લેન્ડર ફરી ચંદ્રની સપાટી પર લેન્ડ થયું છે. ઈસરોએ આજે એક ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.
વધુ વાંચો : વિક્રમ લેન્ડરનું ચંદ્ર પર ફરી લેન્ડિંગ , જૂઓ લેન્ડરે કેવી રીતે 40 સેમી ઉપર ઉઠીને સોફ્ટ લેન્ડિંગ કર્યું
PM મોદીને મળશે CM યોગી
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મંગળવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંને નેતાઓની આ મુલાકાત અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન અને તેનાથી સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓને લઈને હશે. આ દરમિયાન સીએમ યોગી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રામ મંદિરના ઉદ્ઘાટન માટે આમંત્રિત કરશે.
વધુ વાંચો : PM મોદીને મળશે CM યોગી! અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન માટે આપશે આમંત્રણ
ગટરમાં ઉતરેલા મહિલા સહિત ચાર શ્રમિકો ગૂંગળાયા
સુરતમાં પાલ વિસ્તારમાં વહેલી સવારે ગટરમાં ચાર જેટલા શ્રમિકો ઉતરતા ગૂંગળાઈને બેભાન થઈ ગયા હતા. જેમાંથી ત્રણને નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જ્યારે 1 શ્રમિકનું મોત થઈ ગયું છે.આ ઘટનાની જાણ થતા જ શ્રમિકોના પરિજનો પણ હોસ્પિટલમાં દોડી ગયા હતા. હાલ પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.
વધુ વાંચો : સુરત: ગટરમાં ઉતરેલા મહિલા સહિત ચાર શ્રમિકો ગૂંગળાયા, 1નું મોત
PM મોદીએ લોકસભા ચૂંટણી 2024 માટે ત્રણ દાવ લગાવ્યા
લોકસભા ચૂંટણીને લઈને ભાજપ અને વિપક્ષી ગઠબંધન વચ્ચે શબ્દ યુદ્ધ ઉગ્ર બનતાં રાજકીય દાવપેચની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન પીએમ મોદીએ પણ ચાર્જ સંભાળી લીધો છે. આવી સ્થિતિમાં આ વખતની સ્પર્ધા 2014 અને 2019 કરતા વધુ રસપ્રદ બની રહી છે.
વધુ વાંચો : PM મોદીએ લોકસભા ચૂંટણી 2024 માટે ત્રણ દાવ લગાવ્યા, શું વિપક્ષ પાર પાડી શકશે?
અમદાવાદના શેલામાં વૈભવી ફ્લેટમાં ગાંજાની ખેતી
અમદાવાદમાં યુનિવર્સિટી, રિવરફ્રન્ટ બાદ હવે ફ્લેટમાંથી ગાંજાનું વાવેતર મળી આવતા ચકચાર મચી ગઈ છે. અત્યાર સુધીdC તમે ખેતરમાં યુનિવર્સિટીમાં ગાંજાનું વાવેતર જોવા મળ્યું. પણ આ વખતે એક લેવલ ઉપર હોય તેમ જોવા મળી રહ્યું છે. અમદાવાદમાં હાઈ પ્રોફાઈલ ફ્લેટમાંથી મોટા પ્રમાણમાં ગાંજાનું વાવેતર થતું હોવાનું સામે આવતા પોલીસ દોડતી થઈ છે.
વધુ વાંચો : લો બોલો! અમદાવાદમાં યુનિવર્સિટી, રિવરફ્રન્ટ બાદ હવે ફ્લેટમાં ગાંજાનું વાવેતર, ગ્રીન હાઉસ બનાવી ગાંજો ઉગાડ્યો