ટ્રેન્ડિંગનેશનલમીડિયાલાઈફસ્ટાઈલવર્લ્ડ

ફ્લાઈટમાં પાયલોટ અને ક્રુ વચ્ચે શું થાય છે? એરહોસ્ટેસે રહસ્યો ઉજાગર કર્યા

Text To Speech

નવી દિલ્હી – 2 ઓકટોબર :  ભૂતપૂર્વ એર હોસ્ટેસનો ઈન્ટરવ્યુ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પોતાના 17 વર્ષના અનુભવો જણાવી રહી છે. 48 વર્ષીય સ્કાય, જે હવે રેડિયો પ્રેઝન્ટર છે, તેણે બ્રિટિશ અખબાર ડેઈલી સ્ટારને એરલાઈન ક્રૂ અને પાયલોટ વચ્ચેના સંબંધ વિશે જણાવ્યું. તેણે પાયલોટ સાથે અફેર અને રૂમ પાર્ટીની વાતો પણ શેર કરી.

સ્કાયએ કહ્યું કે ખાસ કરીને જ્યારે ફ્લાઈટ્સ જોહાનિસબર્ગમાં લેન્ડ થઈ ત્યારે ક્રૂ મેમ્બર અને પાયલોટ વચ્ચેના સંબંધોની સીમાઓ પાર થઈ જતી હતી. તેણે મજાકમાં કહ્યું – મને લાગે છે કે આ બધી વાઇન અને ઓક્સિજનની અછતની અસર છે, કારણ કે જોહાનિસબર્ગમાં હંમેશા કંઈકને કંઈક થતું હતું.

તે જણાવે છે કે અલગ-અલગ એરલાઈન્સના ક્રૂ એક જ હોટલમાં રહેતા હતા, જેના કારણે રૂમ પાર્ટીઓમાં બધા એક સાથે એન્જોય કરતા હતા. સ્કાયએ સ્વીકાર્યું કે આ પાર્ટીઓમાં ક્યારેક ‘જોખમી’ વસ્તુઓનો પણ ઉપયોગ થતો હતો.

‘ઓર્ગી’ નો સામનો?
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમને ખરેખર ઓર્ગીનો સામનો કરવો પડ્યો હતો, તો તેણે હસીને કહ્યું – હા, તે કંઈક એવું હતું. ઉલ્લેખનીય છે કે, ઓર્ગીનો અર્થ એવો થાય છે કે જ્યાં લોકો કોઈપણ પ્રતિબંધ વિના જાતીય સંબંધ બાંધી શકે છે.

સ્કાયે જણાવ્યું હતું કે તેણે તેના કામ દરમિયાન હંમેશા વ્યાવસાયિક વલણ જાળવી રાખ્યું હતું, પરંતુ તે તેના સાથીદારો માટે હંમેશા એવું નહોતું. તેણે કહ્યું કે ઘણી વખત પાઇલોટ્સ સાથે સંબંધ બાંધ્યા પછી ક્રૂ મેમ્બર્સનું વર્તન સંપૂર્ણપણે બદલાઈ જતું હતું.

જોકે, સ્કાયે પોતાને આ બધાથી દૂર રાખી હતી. તેણે કહ્યું- મારો ક્યારેય પાયલોટ સાથે કોઈ અફેર નહોતું અને ન તો કોઈ સંબંધ હતો. મને તેઓ હંમેશા પ્રોફેશનલ અને જેન્ટલમેન લાગ્યા. પરંતુ જેમ દરેક વ્યવસાયમાં થાય છે, અહીં પણ કેટલાક લોકોએ હદ વટાવી દીધી છે.

આ પણ વાંચો : ‘AI વોઇસ ક્લોનિંગ સ્કેમ’ USમાં માણસનો ક્લોન અવાજ કાઢીને 25 લાખની છેતરપિંડીનો પ્રયાસ 

Back to top button