ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

આગ્રામાં એરફોર્સનું એરક્રાફ્ટ ક્રેશ, પાઇલટે કૂદકો મારી બચાવ્યો જીવ

Text To Speech

આગ્રા, 4 નવેમ્બર : ઉત્તર પ્રદેશના આગ્રામાં એરફોર્સ પ્લેન ક્રેશ થયું છે. માહિતી અનુસાર, વિમાન ક્રેશ થયું અને જમીન પર પડ્યું, તરત જ તેને આગ લાગી. પાયલોટ અને બે લોકોએ વિમાનમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો. વિમાન પંજાબના આદામપુરથી ઉડાન ભરી હતી અને જ્યારે ઘટના બની ત્યારે તે પ્રેક્ટિસ માટે આગ્રા જઇ રહ્યો હતો.

મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના આગરાના કાગરૌલના સોનીગા ગામ પાસે થઈ છે, જ્યાં એરફોર્સનું પ્લેન ક્રેશ થયું છે. લોકોએ જણાવ્યું કે એરફોર્સનું પ્લેન ખાલી ખેતરોમાં પડ્યું હતું અને જમીન પર પડતાની સાથે જ પ્લેનમાં આગ લાગી અને આગની જ્વાળાઓ નીકળવા લાગી. વિમાનમાં પાયલટ સહિત બે લોકો હાજર હતા. હાલમાં આ પ્લેન ક્રેશને કારણે કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી.

આ પણ વાંચો : અમેરિકાના ચૂંટણી પરિણામોની ડોલર અને રૂપિયા પર શું થશે અસર?

Back to top button