વાયુસેનાઃ અગ્નિવીર તરીકે જોડાવા માગો છો? તો 6 ફેબ્રુઆરી સુધી તક
- ભારતીય વાયુસેના (ઇન્ડિયન એરફોર્સ)માં અગ્નિવીરવાયુ તરીકે જોડાવવા માટે 06 ફેબ્રુઆરી સુધી ઓનલાઈન અરજીઓ મંગાવાઇ
પાલનપુર, 23 જાન્યુઆરી: ભારતીય વાયુસેના (ઇન્ડિયન એરફોર્સ)માં અગ્નિવીરવાયુ તરીકે જોડાવવા માટે ઇચ્છુક ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે. જે ઉમેદવારો વાયુસેનામાં જોડાવાના સપના જોઈ રહ્યા છે તેમના માટે એક રસ્તો ખુલ્યો છે. ઇન્ડિયન એરફોર્સ દ્વારા જે ઉમેદવારો ભારતીય વાયુસેનામાં જોડાવા માગે છે તેમના માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આ જાહેરાતમાં અપરણિત પુરુષ અને મહિલા ઉમેદવારો ભાગ લઇ શકે છે. જે માટેની શૈક્ષણિક અને અન્ય લાયકાત નીચે મુજબ છે.
ઉમેદવારની શૈક્ષણિક લાયકાત શું જોઈશે?
જે ઉમેદવારો ભારતીય વાયુસેનામાં જવા ઇચ્છુક છે તેમના માટે શૈક્ષણિક લાયકાતમાં ૧૦+૨/સમકક્ષ સાથે ગણિત ફિઝીક્સ અને અંગેજી સાથે માન્ય બોર્ડ સાથે ૫૦ ટકા માર્ક્સ મેળવેલા હોવા જોઈએ તથા અંગેજી વિષયમાં ૫૦ ટકા માર્ક્સ હોવા જોઈએ અથવા ત્રણ વર્ષનો ડીપ્લોમાં એન્જીનીયરીંગ કોર્સ( મિકેનિકલ/ ઈલેક્ટ્રીકલ/ ઈલેટ્રોનિક્સ/ ઓટોમોબાઇલ/ કોમ્પ્યુટરસાયન્સ/ ઇમેન્ટેશનટેક્નોલોજી/ ઇન્ફોર્મે શન ટેક્નોલોજી/ માન્ય પોલિટેકનિક ઈન્સ્ટીટ્યુટનો સાથે ૫૦ ટકા માર્ક્સ અંગેજી વિષયમા ડિપ્લોમા કોર્સ અથવા ઇન્ટરમિડિયેટ/ મેટ્રીક્યુલેશનમાં હોવા જોઇએ. અથવા બે વર્ષનો વોકેશનલ કોર્સ સાથે નોન-વોકેશનલ વિષય ફિઝીક્સ અને ગણિત માન્ય સ્ટેટ એજ્યુકેશન બોર્ડ સાથે ૫૦ ટકા માર્ક્સ મેળવેલા હોવા જોઈએ તથા અંગેજી વિષયમાં ૫૦ ટકા માર્ક્સ વોકેશનલ કોર્સ સાથે અથવા ઇન્ટરમિડિયેટ/ મેટ્રીક્યુલેશનમાં હોવા જોઇએ.
ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ?
- અરજી કરનાર ઉમેદવારની ઉંમર તારીખ 02 જાન્યુઆરી 2004 થી 02 જુલાઇ 2007 ની વચ્ચેની તારીખોમાં જન્મેલા હોવા જોઈએ.
ઉમેદવારની ઊંચાઈ અને વજન કેટલું જરુરી?
- પુરૂષ ઉમેદવારની ઊંચાઈ ૧૫૨.૫ સેમી નક્કી કરવામાં આવી છે અને સ્ત્રી ઉમેદવાર માટે ૧૫૨ સેમી ઊંચાઈ નક્કી કરવામાં આવી છે. આ સિવાય ઉમેદવારનું વજન ઊંચાઈ અને ઉંમરના પ્રમાણમાં હોવું જરુરી છે.
ઉમેદવારો ક્યાં અરજી કરી શકે?
ભારતીય વાયુસેનામાં જોડાવામાં રસ ધરાવતા ઉમેદવારો ૦૬ ફેબ્રુઆરી ૨૦૨૪ સુધી ઓનલાઈન અરજી કરી શકશે. વધુ માહિતી માટે વાયુસેનાની આ વેબસાઈડની મુલાકાત લઈ શકો છો: agnipathvayu.cdac.in. આ ભરતી સંદર્ભે ભારતીય વાયુસેનાની વેબસાઈટ પર પ્રસિદ્ધ થયેલી જાહેરાતમાં દર્શાવેલી માહિતી આખરી રહેશે.
આ પણ વાંચો: NPSમાંથી પૈસા ઉપાડવાના નિયમોમાં ફેરફાર, હવે આટલી રકમ જ ઉપાડી શકાશે