એર ડ્રાય કે બ્લો ડ્રાયઃ વાળ માટે શું બેસ્ટ? જાણો શું કહે છે વર્લ્ડ બેસ્ટ ડોક્ટર?


- અનેક વખત આપણે એવું સાંભળ્યું છે કે વાળને હેર ડ્રાયરથી સુકવવાથી વાળ ડ્રાય થાય છે. વાળ માટેના આવા સ્ટાઈલિંગ ટુલ આપણા હેર ડેમેજ કરી શકે છે, પરંતુ નવા થયેલા એક સંશોધનમાં અલગ જ વાત સામે આવી છે.
તમને ક્યારેક એવો સવાલ થતો હશે કે વાળને બ્લો ડ્રાય કરવા કે એર ડ્રાય (હવામાં નેચરલી સુકાવા દેવા) કરવા બેમાંથી શું બેસ્ટ છે. આ સવાલ અનેક લોકોને મુંઝવે છે. બંને વસ્તુના પોઝીટીવ અને નેગેટિવ પોઈન્ટ્સ પણ છે. હવે વર્લ્ડના બેસ્ટ હેર એક્સપર્ટ ડૉ સજ્જાદ ખાન આ અંગેની ટિપ્સ આપે છે. જાણો શું કહે છે જાણીતા ડૉક્ટર.
શું કહે છે જાણીતા હેર એક્સપર્ટ સજ્જાદ ખાન?
ડૉ સજ્જાદે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા વીડિયોમાં જણાવ્યું છે કે બ્લો ડ્રાઈંગ કરવું એ એક ટાઈમ બચાવતું ગેઝેટ છે, તેને વસાવવામાં વાંધો ન હોવો જોઈએ. તે વાળના વધારાના મોઈશ્વરાઈઝરને ઝડપથી શોષી લે છે, તે તમારા વાળને પ્રોટેક્શન પણ આપે છે અને તમે અમુક સાવચેતીઓ સાથે તેનો ઉપયોગ કરો તો કોઈ જ સમસ્યા આવતી નથી. એર ડ્રાય કરતા તે ચોક્કસ વધુ સારુ છે, પરંતુ તેના ઉપયોગમાં થોડું ધ્યાન રાખવું જરૂરી છે.
View this post on Instagram
એર ડ્રાય કરતા બ્લો ડ્રાય કેમ છે બેસ્ટ
વાળને હવામાં સૂકવવાથી વાળ અથવા ખાસ કરીને માથાની સ્કીન કલાકો સુધી મોઇશ્ચરાઇઝ્ડ રહે છે. આ ખોપરી ઉપરની સ્કીન હેલ્થ સાથે ગડબડ કરી શકે છે, વધુ પડતા ભેજને કારણે વાળમાં બેક્ટેરિયા વધવા લાગે છે. ખાસ કરીને અમુક સીઝનમાં વાળ જલ્દી સુકાતા નથી અને અડધો દિવસ ભીના જ રહે છે, તેથી આવા સમયે વાળને હવાથી સુકવવાનો આગ્રહ રાખવાના બદલે બ્લો ડ્રાય કરવા બેસ્ટ છે.
આટલી સાવચેતી રાખો
- વાળ ધોયા બાદ તેને થોડી વાર હવામાં લપેટી લો
- ટુવાલ છોડ્યા બાદ ભીના વાળને 10-15 મિનિટ નેચરલી સુકાવા દો
- ત્યારબાદ તમે તેને બ્લો ડ્રાય કરી શકો છો
- વાળ વોશ કરવા અને તેને બ્લો ડ્રાય કરવા વચ્ચે 15 મિનિટનો ગેપ રાખો
- વાળ માટે પ્રોફેશનલ હેર ડ્રાયર પસંદ કરો, તેનાથી વાળને હીટથી ડેમેજ ઓછુ થાય છે, તેથી યોગ્ય ડ્રાયર વાપરો.
- મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ કરો, તેના કારણે હેર ડ્રાય નહીં થાય
આ પણ વાંચોઃ વરુણ ધવન ફરી એકવાર દુલ્હો બનવા તૈયાર, ‘દુલ્હનિયાં-3’ ફાઈનલ!