ટ્રેન્ડિંગનેશનલફોટો સ્ટોરીબિઝનેસવર્લ્ડ

હવા પણ પૈસાદારની! દિલ્હીના પ્રદૂષણે ખોલ્યું નવું બજાર, હોટેલ વેચી રહી છે શુદ્ધ હવા

Text To Speech
  • આ નવેમ્બરનો મહિનાએ દિલ્હીના ઈતિહાસમાં સૌથી વધુ પ્રદૂષિત મહિનાઓમાંનો એક રહ્યો છે

નવી દિલ્હી, 7 ડિસેમ્બર: છેલ્લા કેટલાક અઠવાડિયામાં દિલ્હીમાં ખતરનાક ઝેરી હવાને કારણે રાષ્ટ્રીય રાજધાનીમાં 5 સ્ટાર હોટેલોએ એક નવી સર્વિસ શરૂ કરી છે જે હવે જરૂરી બની ગઈ છે. આ સર્વિસ વિશે જાણીને કોઈને પણ આશ્ચર્ય થશે. આ 5 સ્ટાર હોટલો સર્વિસ તરીકે રૂમમાં સ્વચ્છ હવા આપી રહી છે. આ નવેમ્બરનો મહિનાએ દિલ્હીના ઈતિહાસમાં સૌથી વધુ પ્રદૂષિત મહિનાઓમાંનો એક રહ્યો છે, જેમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) દરરોજ “ખૂબ જ નબળી” શ્રેણીમાં રહ્યો છે. તેમાંથી છ દિવસ “ગંભીર સ્તરે” અને બે દિવસ “ગંભીર પ્લસ” શ્રેણીમાં પહોંચ્યા હતા.

 

હોટેલ રૂમમાં 2.4 AQIની હવાની ઓફર

આ દરમિયાન અમેરિકન અબજોપતિ બ્રાયન જોન્સને ધ ઓબેરોયના સાઈનબોર્ડની તસવીર શેર કરી છે. સાઇન બોર્ડ પર લખ્યું છે કે, “અમારા ગેસ્ટના રૂમની સરેરાશ હવાની ગુણવત્તા 2.4 છે, દરેક રૂમમાં સ્થાપિત સ્માર્ટ એર ફિલ્ટરનો આભાર.” બ્રાયન જોન્સને મજાકમાં તેની પોસ્ટને કેપ્શન આપ્યું કે, “હોટેલ સ્વચ્છ હવાને સર્વિસ તરીકે વેચી રહી છે.”

આ સર્વિસ તાજ પેલેસમાં પણ ઉપલબ્ધ

દેબરઘ્ય (ડીડી) દાસ નામના એક ભારતીય એન્જિનિયર હાલમાં USમાં રોકાણકાર તરીકે કામ કરે છે, તેમણે આ વાતચીતમાં જોડાઈને નવી દિલ્હીના તાજ પેલેસનું સમાન સાઇનબોર્ડ શેર કર્યું. બોર્ડે હાઇલાઇટ કર્યું હતું કે, તેના ગેસ્ટ રૂમનો AQI 58 છે, જે તે દિવસે શહેરના 397 AQIથી તદ્દન વિપરીત હતો.

સોશિયલ મીડિયા પર ચાલી રહેલી આ હળવી ચર્ચાએ લોકોનું ધ્યાન એક ગંભીર વિષય તરફ ખેંચ્યું છે. દિલ્હીમાં, સ્વચ્છ હવા એક પ્રીમિયમ ઓફર બની ગઈ છે, જે તેવા લોકો માટે જ ઉપલબ્ધ છે, જેઓને આ પરવડી શકે છે.

આ પણ જૂઓ:  રોજગાર વધારવા શું કરશે સરકાર? આ રીતે બદલાશે તસવીર

Back to top button