ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

અકબરુદ્દીન ઓવૈસીએ સ્ટેજ પરથી ખુલ્લેઆમ પોલીસ ઈન્સ્પેક્ટરને ધમકાવ્યા

તેલંગાણા, 22 નવેમ્બર: AIMIMના નેતા અકબરુદ્દીન ઓવૈસીએ સ્ટેજ પરથી જ ભરચક ભીડની સામે પોલીસ ઈન્સ્પેક્ટરને ધમકી આપી છે. પોલીસકર્મીની ભૂલ માત્ર એટલી હતી કે તેણે અકબરુદ્દીન તરફ ઈશારો કરીને કહ્યું કે ભાષણ આપવાનો સમય પૂરો થઈ રહ્યો છે. જેના પર હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીના અકબરુદ્દીન બરાબરના બગડ્યા અને પોલીસને ખુલ્લેઆમ ધમકી આપી હતી.  પ્રચાર દરમિયાન એક પોલીસને ધમકાવવા મામલે કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમના પર 353, 153(a), 506, 505(2) અને આરપી એક્ટની ધારા 125 હેઠળ સંતોષનગર પોલીસે FIR નોંધી છે.

પોલીસ ઇન્સ્પેક્ટરે જુનિયર ઓવૈસીને રાજ્યમાં લાગુ આદર્શ આચાર સંહિતાનું પાલન કરવા કહ્યું હતું. પોલીસ અધિકારીએ કહ્યું કે, તેમણે હવે પોતાનું ભાષણ બંધ કરવું જોઈએ. કારણ કે તેઓએ આદર્શ આચાર સંહિતા હેઠળ નિર્ધારિત સમય મર્યાદાને વટાવી દીધી છે. આના પર હૈદરાબાદમાં જનસભાને સંબોધિત કરી રહેલા અકબરુદ્દીન ઓવૈસીએ પોલીસ અધિકારીને સ્થળ છોડી જવા કહ્યું.

અકબરુદ્દીન ઓવૈસીએ શું કહ્યું?

અકબરુદ્દીન ઓવૈસીએ પોલીસ ઈન્સ્પેક્ટરને ધમકી આપતા કહ્યું કે જો તે તેના સમર્થકો તરફ ઈશારો કરશે તો તેણે અહીંથી ભાગી જવું પડશે. જુનિયર ઓવૈસીએ કહ્યું, ‘શું તમને લાગે છે કે ચાકુ અને ગોળીઓ ખાધા પછી હું કમજોર થઈ ગયો છું? એવું બિલકુલ નથી, કારણ કે મારી અંદર હજુ પણ ઘણી હિંમત છે. હજુ પાંચ મિનિટ બાકી છે અને હું પાંચ મિનિટ બોલીશ. તેણે વધુમાં કહ્યું કે, કોઈ માઈનો લાલ પેદા નથી થયો કે જે મને રોકી શકે.  અકબરુદ્દીન ચંદ્રયાનગુટ્ટા મતવિસ્તારમાંથી વિધાનસભા ચૂંટણીના ઉમેદવાર છે. આ સીટ AIMIMનો ગઢ રહી છે. પાર્ટીએ 2014 અને 2018ની છેલ્લી બે વિધાનસભા ચૂંટણીમાં આ પ્રદેશમાંથી જીત મેળવી છે.

ભાજપે કહ્યું હુમલો

તેલંગાણા બીજેપીએ ઓવૈસીના નિવેદન પર કહ્યું કે જો બીજેપીની સરકાર હશે તો આ કૃત્ય માટે ‘બુલડોઝર એક્શન’ થશે. તેલંગાણા ભાજપે કહ્યું, ‘AIMIM દાયકાઓથી કોંગ્રેસ અને BRSના સમર્થનથી ગુનાહિત સાહસ બની ગયું છે. આનાથી હૈદરાબાદ શહેર વંચિત અને ગુનાખોરીથી ભરેલું છે. જાણી જોઈને ઉભી કરાયેલી આ ગંદકીને સાફ કરવાનો સમય આવી ગયો છે. ભાજપ સરકારમાં અકબરુદ્દીનની આ કાર્યવાહીનો બુલડોઝરથી જવાબ આપવામાં આવશે.

આ પણ વાંચો: ઉત્તરાકાશી ટનલ દુર્ઘટના: કોઈપણ સમયે સારા સમાચાર મળવાની આશા

Back to top button