ગુજરાતમાં સિંહો પર નજર રાખવા AIની મદદ લેવાશે
- અભયારણ્ય ક્ષેત્રમાં સિંહોના મોત અંગે સુઓ મોટો PILમાં SOP રજૂ કરાઈ છે
- સિંહોના મોત અંગેની સુઓમોટો જાહેરહિતની રિટ અરજીમાં હાઈકોર્ટે નિર્દેશ આપ્યા
- ગીર જંગલ અભયારણ્ય ક્ષેત્રમાંથી પસાર ટ્રેનની સ્પીડ ઘટાડીને 30 કિ.મી પ્રતિ કલાકની કરી દેવાઇ
ગુજરાતમાં સિંહો પર નજર રાખવા AIની મદદ લેવાશે. જેમાં અભયારણ્ય ક્ષેત્રમાં સિંહોના મોત અંગે સુઓ મોટો PILમાં SOP રજૂ કરાઈ છે. તેમજ ટ્રેન સાથે અકસ્માતના કિસ્સામાં ત્વરીત કાર્યવાહીની પણ તાકીદ કરાઈ છે. છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં સિંહોની સંખ્યા 523થી વધીને 674 પહોંચી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં નવી પેઢીની મોબાઈલની લત છોડાવવા સરકાર અભિયાન શરૂ કરશે
સિંહોના મોત અંગેની સુઓમોટો જાહેરહિતની રિટ અરજીમાં હાઈકોર્ટે નિર્દેશ આપ્યા
ગીરના જંગલ અભયારણ્ય ક્ષેત્રમાં સિંહોના મોત અંગેની સુઓમોટો જાહેરહિતની રિટ અરજીમાં હાઈકોર્ટના નિર્દેશના પગલે તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિ રચ્યા બાદ રાજય સરકાર તરફ્થી સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર(એસઓપી) ગુજરાત હાઇકોર્ટના ચીફ્ જસ્ટીસની ખંડપીઠ સમક્ષ રજૂ કરાઇ હતી. જે મુજબ, જો કોઇ સિંહનો ટ્રેન સાથે અકસ્માત થશે તો સર્કલ લેવલ કમીટી તરત જ તપાસ હાથ ધરશે અને ઉપરી અધિકારી તરત જ સ્થળ પર જઇ ચીફ્ કન્ઝર્વેશન ફેરેસ્ટ ઓફ્સિરને રિપોર્ટ આપશે, 24 કલાકમાં જ આ કામગીરી થઇ જશે. જે અંગેનો વિસ્તૃત રિપોર્ટ ત્રણ સપ્તાહમાં અપાશે.
ગીર જંગલ અભયારણ્ય ક્ષેત્રમાંથી પસાર ટ્રેનની સ્પીડ ઘટાડીને 30 કિ.મી પ્રતિ કલાકની કરી દેવાઇ
સરકાર તરફ્થી સિંહોની મુવમેન્ટ પર નજર રાખવા આર્ટિફીશિયલ ઇન્ટેલિજન્સ(એઆઇ)ની પણ મદદ લેવામાં આવશે. ખંડપીઠે સિંહો પર નજર રાખવા સ્થાનિક લોકો ખાસ કરીને લાયન ટ્રેકર્સ અને લોકો પાયલોટને સંયુકત તાલીમ આપવા અને ના હોય તો રેલવે ટ્રેકર્સ અને સેવક તરીકે કર્મચારીઓને પણ તૈનાત કરવા રેલવે ઓથોરિટીને નિર્દેશ કર્યો હતો. રાજય સરકાર તરફ્થી જણાવાયું હતું કે, હાઇકોર્ટના નિર્દેશાનુસાર હાઇ લેવલ કમીટીની રચના બાદ તેની બેઠકો પણ મળી હતી અને તેમાં નક્કી થયા મુજબ, નવી એસઓપી ઘડી કાઢવામાં આવી છે.
સિંહોની એકેએક હિલચાલ અંગે સંકલનમાં રિયલ ટાઇમ વોચ રાખશે
કમિટીમાં વન અને પર્યાવરણ વિભાગ અને રેલવે વિભાગના અધિકારીઓને સમાવવામાં આવ્યા છે. ગીર જંગલ અભયારણ્ય ક્ષેત્રમાં ટ્રેન અક્સ્માતના કારણે સિંહોનું કોઇપણ સંજોગોમાં મૃત્યુ ના થાય તે પ્રકારની એસઓપી ઘડવામાં આવી છે અને તે માટેના પ્રયાસો હાથ ધરાયા છે. આ વિસ્તારમાં સિંહોની વસ્તી પણ 523 થી વધીને 674 થઇ છે. સિંહોની એકેએક હિલચાલ અંગે વન વિભાગના ફ્લ્ડિ સ્ટાફ્ અને લાયન ટ્રેકર તેમ જ રેલવે વિભાગના અધિકારીઓ એકબીજાના સંકલનમાં રિયલ ટાઇમ વોચ રાખશે. ગીર જંગલ અભયારણ્ય ક્ષેત્રમાંથી પસાર ટ્રેનની સ્પીડ ઘટાડીને 30 કિ.મી પ્રતિ કલાકની કરી દેવાઇ છે.