ટ્રેન્ડિંગવર્લ્ડસાયન્સ એન્ડ ટેકનોલોજી

‘AI વોઇસ ક્લોનિંગ સ્કેમ’ USમાં માણસનો ક્લોન અવાજ કાઢીને 25 લાખની છેતરપિંડીનો પ્રયાસ

અમેરિકા, 2 ઓકટોબર: આજનો યુગએ ટેક્નોલોજીનો યુગ છે, આ ટેકનોલોજીનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તેની મદદથી વ્યક્તિને પોતાનું જીવન સરળ બનાવી શકે છે.જ્યારે ટેકનોલોજીનો ખોટી રીતે ઉપયોગ કરવાથી તે નુકશાનકારક પણ સાબિત થાય છે. આવું જ અમેરિકાના ફ્લોરિડામાં રહેતા એક વ્યક્તિ સાથે આવું થયું છે. ફ્લોરિડામાં રહેતો જય શુસ્ટર નામનો વ્યક્તિ AI વોઇસ ક્લોનિંગ સ્કેમનો શિકાર બન્યો છે.  તેણે જણાવ્યું કે, તેના માતાપિતા સાથે વૉઇસ ક્લોનિંગ AI સ્કેમ દ્વારા લગભગ $30,000(25 લાખ)ની છેતરપિંડીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

જય શુસ્ટર, જે ફ્લોરિડા સ્ટેટ હાઉસ માટે ચૂંટણી લડી રહ્યા છે, તેને X પર આ ઘટના વિશે થ્રેડ શેર કર્યું છે, તેણે સમજાવ્યું કે સ્કેમર્સે તેના અવાજની નકલ કરવા માટે AIનો ઉપયોગ કર્યો અને તેના માતાપિતા માની ગયા કે  તે કાર અકસ્માતમાં ફસાયો છે, તેની DUI માટે ધરપકડ કરવામાં આવી છે, અને તેને જામીન માટે પૈસાની જરૂર છે.

 જૂઓ આ વ્યક્તિનો થ્રેડ 


માતા-પિતાને સ્કેમર્સનો આવ્યો ફોન

મિસ્ટર શુસ્ટરે જણાવ્યું કે, કેવી રીતે તેમના પિતાને એક કોલ આવ્યો જેમાં તેઓ માનતા હતા કે તેમનો પુત્ર $30,000 માંગી રહ્યો છે. “પરંતુ તે હું ન હતો,” શુસ્ટરે તેની પોસ્ટમાં સ્પષ્ટતા કરીને AI સ્કેમ ગણાવ્યું. તેણે કહ્યું કે, તાજેતરમાં ટીવી પર માત્ર 15 સેકન્ડની તેની હાજરી, તેના અવાજનો ક્લોન બનાવવા માટે ઉપયોગી રહી.

શુસ્ટરે જણાવ્યું કે, તેઓ ચૂંટણી પ્રચાર કરવા માટે સ્થાનિક ટીવી પર દેખાયા તેના થોડા દિવસો પછી જ આ કોલ આવ્યો હતો. લોકોને આવા સ્કેમ વિશે અગાઉ ચેતવણી આપવા છતાં, શુસ્ટરને એ જાણીને આશ્ચર્ય થયું કે તેનો પોતાનો પરિવાર લગભગ આ સ્કેમ ફસાઈ ગયો. તેમણે લોકોને જાગૃતિ ફેલાવવા વિનંતી કરી અને આવા સ્કેમને રોકવા માટે મજબૂત AI નિયમન માટે હાકલ કરી.

શુસ્ટરે ભવિષ્યમાં સંભવિત પરિસ્થિતિ વિશે પણ ચેતવણી આપી હતી, જ્યાં લોકોને વાસ્તવિક ઇમરજન્સીમાં પ્રિયજનોને તેમની ઓળખ સાબિત કરવામાં મુશ્કેલી પડી શકે છે. તેમણે સલાહ આપી કે, “મેં આ પ્રકારના સ્કેમ વિશે રજૂઆતો કરી છે, તેના વિશે ઓનલાઈન પોસ્ટ કર્યું છે, અને મેં મારા પરિવાર સાથે તેના વિશે વાત પણ કરી છે, પરંતુ તેઓ તેમ છતાં પણ આ સ્કેમમાં ફસાઈ ગયા. કૃપા કરીને તમારા મિત્રો અને કુટુંબજનોને જણાવો. આ વૉઇસ ક્લોનિંગ ટેક્નોલોજીની ખૂબ જ દુઃખદ આડઅસર એ છે કે હવે વાસ્તવિક ઇમરજન્સીમાં લોકોએ પાસવર્ડ વગેરે દ્વારા તેમના પ્રિયજનોને તેમની ઓળખ સાબિત કરવી પડશે. શું તમે કલ્પના કરી શકો છો કે તમારા માતાપિતાને શંકા કરે કે શું તેઓ ખરેખર તમારી સાથે વાત કરી રહ્યા છે જ્યારે તમને ખરેખર મદદની જરૂર હોય?”

લોકોએ આપી પ્રતિક્રિયાઓ

પોસ્ટ પર એક યુઝરે લખ્યું કે, “કદાચ આ કોઈ સંયોગ નથી, પરંતુ એક ઓળખાણની ચોરી છે.” અન્ય એક યુઝરે લખ્યું, કે “આવા AI પ્રેરિત સ્કેમ વધી રહ્યા છે. આપણે આ બધાને ઓળખવા માટે એક ગુપ્ત પાસફ્રેઝની જરૂર પડશે કે આપણે જ વાસ્તવિક છીએ. તે શરમજનક છે કે, વિશ્વ આ દિશા તરફ આગળ વધી રહ્યું છે.”

આ પણ જૂઓ: એમેઝોનના નામે કસ્ટમર્સ સાથે ફ્રોડ, ઓર્ડર કર્યા વિના ઘરે પહોંચ્યા પાર્સલ

Back to top button