અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસવર્લ્ડસાયન્સ એન્ડ ટેકનોલોજી

ભારતમાં AI બૂમઃ 2027 સુધીમાં માર્કેટ $17 બિલિયન સુધી પહોંચવાનો અંદાજ

Text To Speech

ભારત, 23 ફેબ્રુઆરી : દેશમાં AI માર્કેટ એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનું માર્કેટ વાર્ષિક 25-35%ના દરે વધી રહ્યું છે. દેશનું AI માર્કેટ 2027 સુધીમાં $17 બિલિયન સુધી પહોંચવાની ધારણા છે. NASSCOM એટલે કે નેશનલ એસોસિએશન ઓફ સોફ્ટવેર એન્ડ સર્વિસ કંપનીઝના રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. દેશમાં વધતા AI ટેલેન્ટ બેઝ, એન્ટરપ્રાઇઝ ટેક ખર્ચમાં વધારો અને AI રોકાણમાં વધારો સહિતના ઘણા પરિબળોને તેની પાછળના કારણો તરીકે દર્શાવવામાં આવ્યા છે. BCG સાથેની ભાગીદારીમાં AI પાવર્ડ ટેક સર્વિસિસે રોડમેપ ફોર ફ્યુચર રેડી ફર્મ્સ, AI અને GenAI’s રોલ ઇન ટર્બોચાર્જિંગ ધ ઇન્ડસ્ટ્રી શીર્ષકવાળો અહેવાલ મંગળવારે NASSCOM ટેક્નોલૉજી અને લીડરશિપ ફોરમ 2024ની દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો.

2019 થી AI રોકાણમાં 24% નો વાર્ષિક વધારો

રિપોર્ટ અનુસાર, 2019 થી વૈશ્વિક સ્તરે AI ના રોકાણમાં વાર્ષિક 24% નો વધારો જોવા મળ્યો છે. વર્ષ 2023માં લગભગ 83 અબજ ડૉલરનું રોકાણ થયું હતું. આમાંથી મોટા ભાગનું રોકાણ ડેટા એનાલિટિક્સ, જનરેટિવ AI પ્લેટફોર્મ્સ (GenAI)માં કરવામાં આવ્યું હતું. તેમજ, ભારતીય ટેક સેવાઓ અને ‘મેડ ઈન ઈન્ડિયા’ પ્રોડક્ટ્સ પ્લેયર્સ દ્વારા કરવામાં આવેલુ લગભગ 93% રોકાણ, ડિજિટલ સામગ્રી, ડેટા એનાલિટિક્સ અને સપ્લાય ચેઈન પર કેન્દ્રિત છે.

દેશમાં AI-સ્કિલ્ડ ટેલેન્ટની વિપુલતા

AI જૉબ ફંક્શન્સમાં કામ કરતા 4,20,000 કર્મચારીઓ સાથે ભારત સ્થાપિત ટેલેન્ટ બેઝમાં બીજા નંબર પર છે.

અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં 3 ગણા વધુ AI-સ્કિલ્ડ લોકો છે.

છેલ્લા 7 વર્ષમાં AI-સ્કિલ્ડ લોકોની સંખ્યામાં 14 ગણો વધારો થયો છે અને આ સાથે ભારત ટોપ-5 દેશોમાં સામેલ થઈ ગયું છે.

પોર્ટફોલિયોનો વિસ્તાર કરી રહી છે ટેક કંપનીઓ

NASSCOMના અધ્યક્ષ દેબજાની ઘોષે કહ્યું કે, જનરેટિવ AIના આગમન સાથે, ભારતીય ટેક કંપનીઓ AI-સંચાલિત એનાલિટિક્સ, ઇન્ટેલિજન્ટ ઓટોમેશન અને પર્સનલાઈજ્ડ કસ્ટમર ઇન્ટરેક્શનને શામેલ કરવા માટે તેમના પોર્ટફોલિયોને વિસ્તૃત વિસ્તાર કરી રહી છે. આ વિસ્તરણ તેમના પરંપરાગત IT અને બિઝનેસ પ્રોસેસ મેનેજમેન્ટની બહાર છે. આ ઉપરાંત, આ કંપનીઓ માત્ર AI ને અપનાવી રહી નથી, પરંતુ તેમના ગ્રાહકો માટે પોતાને વધુ મૂલ્યવાન બનાવવા માટે તેમની સેવા ઓફરની પુનઃકલ્પના પણ કરી રહી છે.

આ પણ વાંચો : લો હવે આવી ગયું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન (AI)થી “જન્મેલું” બાળક

Back to top button