AI પણ ધાર્મિક બન્યુઃ ભગવદ ગીતાથી પ્રેરિત Chatbot શું છે?
ગીતા GPTને ગૂગલ ઇંડિયાના સોફ્ટવેર એન્જિનીયર સુકુરૂ સાઇ વિનીતે બનાવ્યુ છે. આ એપને જ્યારે તમે સવાલો પુછો છો તો તે ગીતાના શિક્ષણ પર આધારિત જવાબ આપે છે. તેમાં ગીતાના જ્ઞાનની સુવિધા મળે છે.
ગીતા GPTના લાભોમાંથી એક છે ભગવદ ગીતા વ્યાખ્યાનોને ઉપયોગકર્તાની સટીક પુછપરછ અને માંગ અનુસાર અનુકુલિત કરવાની તેની ક્ષમતા. જો કોઇ યુઝર આંતરિક શાંતિના માર્ગ અંગે પુછપરછ કરે છે તો ચેટબોટ પ્રાસંગિક ધર્મગ્રંથોની સાથે સાથે તેને જીવનમાં લાગુ કરવા અંગેની સલાહ પણ આપે છે. આ ઉપરાંત ગીતા જીપીટી વિશિષ્ટ સ્થિતિઓ પર સલાહ આપી શકે છે, જેમકે દુઃખ સામે લડવુ કે કોઇ ઉદ્દેશની શોધ કરવી.
શું છે ભગવદ ગીતા
ભગવદ ગીતા અર્જુન અને તેમના સારથી શ્રીકૃષ્ણની વચ્ચે મહાભારતના યુદ્ધમાં થયેલા સંવાદ પર આધારિત પુસ્તક છે. ગીતામાં જ્ઞાન યોગ, કર્મ યોગ, ભક્તિ યોગ, રાજયોગ વગેરેની ચર્ચાઓ કરાઇ છે. ગીતા મુષ્યને કર્મનું મહત્ત્વ સમજાવે છે. ગીતા માનવજીવનનો સાર જણાવે છે. તેમાં 18 અધ્યાય અને 700 શ્લોક છે. ગીતા માણસને અનુશાસન, ઇમાનદારી, દયા અને અખંડતા સાથે જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરે છે.
આ પણ વાંચોઃ હવે ગોવા બીચ પર લાઇફગાર્ડ બનશે રોબોટઃ કેવી રીતે બચાવશે લોકોના જીવ?