અહો આશ્ચર્યમ્ !: IPL રમ્યા વગર પણ રિષભ પંતને મળશે કરોડો રુપિયા !


ભારતીય ટીમનો સ્ટાર બેટ્સમેન રિષભ પંત 30 જાન્યુઆરી, 2022ના રોજ કાર અકસ્માતનો શિકાર બન્યો હતો. આ અકસ્માતમાં પંતને કેટલીક ગંભીર ઈજાઓ થઈ હતી, જેના સ્વસ્થ થવાને કારણે તે ઘણા મહિનાઓ સુધી ક્રિકેટથી દૂર રહેશે, તેથી પંત આ વર્ષે રમાનારી આઈપીએલમાં ભાગ લઈ શકશે નહીં. દિલ્હી કેપિટલ્સના ડિરેક્ટર ઓફ ક્રિકેટ સૌરવ ગાંગુલીએ પોતે વિકેટ કીપર બેટ્સમેન IPLનો ભાગ ન હોવાની માહિતી આપી હતી.
આ પણ વાંચો : કોહલીની ‘વિરાટ’ સેન્ચ્યુરી : 73મી સદી સાથે જ સચીનનો રેકોર્ડ તોડ્યો
નહીં રમવા છતાં IPLનો પૂરો પગાર મળશે
પંત આઈપીએલનો હિસ્સો નહીં બને, પરંતુ આ માટે તેને દિલ્હી તરફથી પૂરો પગાર આપવામાં આવશે. BCCI પંતને દિલ્હી કેપિટલ્સમાંથી 16 કરોડ રૂપિયાની IPL સેલેરી માટે સંપૂર્ણ વળતર આપશે. IPL સેલેરી સિવાય બોર્ડ પંતને તેના 5 કરોડ રૂપિયાના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ માટે સંપૂર્ણ ચૂકવણી કરાશે, આમ રિષભને કુલ 21 કરોડ રુપિયા મળશે.

જાણો પંત વિશે ગાંગુલીએ શું કહ્યું ?
આ વિશે એક પત્રકાર સાથે વાત કરતા ગાંગુલીએ કહ્યું, “પંત IPL માટે ઉપલબ્ધ રહેશે નહીં. હું દિલ્હી કેપિટલ્સ સાથે કનેક્શનમાં છું. તે એક શાનદાર આઈપીએલ ટીમ છે. પંતની ઈજા દિલ્હી કેપિટલ્સને જરુરથી અસર કરશે અને IPL ના રમ્યા પછી પણ તેને પુરો પગાર આપવામાં આવશે.
હાલ મુંબઈના કોકિલાબેન હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર
નોંધપાત્ર રીતે, પંતના ઘૂંટણની સર્જરી થઈ હતી. તેના અગ્રવર્તી ક્રુસિએટ લિગામેન્ટ (ACL) અને મેડિયલ કોલેટરલ લિગામેન્ટ (MCL) બંને બે જગ્યાએ ફાટી ગયા હતા. પંતની સર્જરી સફળ રહી. પંતનું ઓપરેશન અંધેરી વેસ્ટ, કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ ખાતે સ્પોર્ટ્સ મેડિસિન કેન્દ્રના વડા અને આર્થ્રોસ્કોપી અને શોલ્ડર સર્વિસીસના નિયામક ડૉ. દિનશા પારડીવાલાએ કર્યું હતું. જો કે, પંત કેટલા સમયમાં ક્રિકેટ મેદાનમાં પરત ફરશે તે અંગે હજુ સુધી કંઈ સ્પષ્ટ થયું નથી. ઉપરાંત, તે ODI વર્લ્ડ કપ 2023નો ભાગ બનશે કે નહીં, આ અંગે હજી સુધી કંઈક સ્પષ્ટ થયું નથી.