અમદાવાદનું તાપમાન વધ્યુ, જાણો હવામાન ખાતાએ ગરમીની શું કરી આગાહી
- અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 37.9 ડિગ્રી નોંધાયુ
- રાજ્યમાં લઘુતમ તાપમાનનો પારો ઊંચકાયો છે
- તાપમાન ટૂંક સમયમાં 40 ડિગ્રી વટાવે તેવી શક્યતા
અમદાવાદનું તાપમાન વધ્યુ છે. જેમાં હવામાન ખાતાએ ગરમીની આગાહી કરી છે. તેમાં આઠ શહેરનું લઘુતમ તાપમાન 23 ડિગ્રીને પાર પહોંચતા રાત્રે પણ ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે. અમદાવાદનું તાપમાન બે દિવસમાં 18.7 ડિગ્રીથી વધી 23.9 ડિગ્રી થયું છે. તથા મહત્તમ તાપમાન એકથી દોઢ ડિગ્રી ગગડતા દિવસે રાહત થઇ છે. તાપમાન ટૂંક સમયમાં 40 ડિગ્રી વટાવે તેવી શક્યતા છે.
આ પણ વાંચો: ગુજરાતના આ વિસ્તારોમાં અલગ પ્રકારની વ્યવસ્થા સાથે ખાસ 13 મતદાન મથક ઉભા કરાશે
રાજ્યમાં લઘુતમ તાપમાનનો પારો ઊંચકાયો છે
અમદાવાદ સહિત રાજ્યમાં લઘુતમ તાપમાનનો પારો ઊંચકાયો છે જ્યારે મહત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો થતાં લોકોને દિવસ દરમિયાન થોડી રાહત મળી છે. રાજ્યનાં કુલ 8 શહેરમાં લઘુતમ તાપમાન 23 ડિગ્રીને પાર પહોંચી જતાં રાત્રી દરમિયાન ગરમીનો વધારો થયો છે. અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો બે દિવસમાં જ લઘુતમ તાપમાન 5.2 ડિગ્રી ઊંચકાયું છે. અમદાવાદમાં શુક્રવારના રોજ લઘુતમ તાપમાન 18.7 ડિગ્રી નોંધાયુ હતુ, જે વધીને 23.9 ડિગ્રી થઈ ગયું છે. બીજી તરફ મહત્તમ તાપમાનનો પારો એકથી દોઢ ડિગ્રી ગગડયો છે.
અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 37.9 ડિગ્રી નોંધાયુ
અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન 37.9 ડિગ્રી નોંધાયુ છે. ગાંધીનગરમાં 36.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આમ મહત્તમ તાપમાનમાં આંશિક ઘટાડો થયો છે. રાજ્યનાં જે 8 શહેરમાં લઘુતમ તાપમાન 23 ડિગ્રીને પાર પહોચી ગયું છે, એમાં અમદાવાદનું તાપમાન 23.9 ડિગ્રી નોંધાયુ છે. એ સિવાય ડીસામાં 23, વડોદરામાં 24, સુરતમાં 23.5, ભાવનગરમાં 24.1, દ્વારકામાં 24.2, ઓખામાં 23.3 અને વેરાવળમાં 23.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે.