અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદના સિંધુભવન રોડને બાનમાં લેનારાઓને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન, જ્યાં ફટાકડા ફોડ્યા ત્યાં જ લઈ જઈને આપી સજા

Text To Speech

દિવાળીના તહેવાર ચાલી રહ્યા છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં દિવાળીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. તો કેટલાક લેભાગુ તત્વોએ રોડ રસ્તા પર બેફામ ફટાકડા ફોડી કોહરામ મચાવ્યો હતો. મળતી માહિતી મુજબ અમદાવાદના સિંધુ ભવન રોડ પર કેટલાક નબીરાઓએ જાહેર રસ્તા વચ્ચે ચાલુ ગાડીએ અને ગાડી ઉપર બેસીને તથા રોડ-રસ્તા બંધ કરીને ફટાકડા ફોડ્યા હતા. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા.

ત્યારબાદ આ મામલે પોલીસે ગણતરીના કલાકોમાં નવ નબીરાઓની ધરપકડ કરીને તેમને પાઠ ભણાવ્યો હતો. આ નબીરાઓ કાર પર બેસીને બેફામ ફટાકડા ફોડી રહ્યા હતા અને રસ્તાની વચ્ચે પોતાની કાર ચલાવીને લોકોને ડરાવીને હેરાન કરી રહ્યા હતા. તો સાથે સાથે કાયદો અને વ્યવસ્થાનો ડર ના હોય તે રીતે પણ રોડ-રસ્તા બંધ કરીને રસ્તાની વચ્ચે ફટાકડા ફોડ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ત્યારબાદ પોલીસ એક્શનમાં આવતા આ નબીરાઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી અને જ્યાં આ લોકોએ રસ્તા પર ફટાકડા ફોડ્યા હતા ત્યાં જ લઈ જઈને સજા આપી હતી.

આ ઉપરાંત આ મામલે પોલીસે જાહેરનામા ભંગ સિવાય કલમ 308 પણ ઉમેરી છે. હાલ સમગ્ર મામલે પોલીસે IPC 283, 188, 135, 286 અને 279 આ ઉપરાંત આ તમામ આરોપીઓને જાણ હતી કે ફટાકડા ફોડવાથી કોઈના જીવનું જોખમ રહેલું છે છતાં ફટાકડા ફોડ્યા તે મામલે પોલીસે જાહેરનામા ભંગ સિવાય કલમ 308 પણ ઉમેરી છે.

તમામ આરોપીઓએ જે જગ્યાએ ફટાકડા ફોડ્યા હતા તે જગ્યા પર લાવવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટનાના વીડિયો સામે આવ્યા અને અમદાવાદ પોલીસે તાત્કાલિક નબીરાઓને શોધવા માટે પ્રયત્નો શરૂ કર્યા અને અમદાવાદ શહેરના સેટેલાઈટ વિસ્તારમાં સ્પા ચલાવતા હર્ષદ ગરાંતિયા (શીલજ), હિતેશ ઠાકોર (શીલજ), યશવંત ગરાંતિયા (શીલજ), સાહિલ કુરેશી (ગોમતીપુર), અસદ મેમણ (શાહ આલમ), સમીર શેખ (બાપુનગર) મળીને છ આરોપીની ધરપકડ કરી છે.

ahmedabad sindhubavan
ahmedabad sindhubavan

આ સમગ્ર ઘટના બાદ અમદાવાદ ઝોન 7ના ડીસીપી ભગીરથસિંહ જાડેજાએ તાત્કાલિક આરોપીઓને ઝડપી પાડવા માટેના પ્રયાસો હાથ ધર્યા હતા અને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને આ તમામ નબીરાઓને ઝડપી પાડ્યા હતા. આ સાથે ગુજરાત પોલીસના એસીપી એસ.ડી પટેલ, સરખેજ પોલીસ સ્ટેશનના પીઆઇ વી.જે ચાવડા તથા અન્ય પોલીસકર્મીઓ કાર્યવાહી કરી હતી અને આ તમામ આરોપીઓને સિંધુ ભવન રોડ પર તાજ હોટલની સામે લાવવામાં આવ્યા હતા. તમામ આરોપીઓની વિગત મેળવીને અધિકારીઓએ સાથે રહીને રિકન્સ્ટ્રક્શન કર્યું હતું અને તમામ આરોપીઓએ જે જગ્યાએ ફટાકડા ફોડ્યા હતા તે જગ્યા પર લાવવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. તાજ હોટલથી ઓક્સિજન પાર્ક સુધી આરોપીઓને ચલાવીને લઈ જવામાં આવ્યા હતા. આ પ્રકારનો ગુનો અન્ય કોઈ ના કરે તે માટે રસ્તામાં આરોપીઓને ઉઠાક બેઠક કરાવીને પાઠ ભણાવવામાં આવ્યો હતો. આ આરોપીઓને જે જગ્યાએ ફટાકડા ફોડ્યા હતા ત્યાં જ લઈ જઈને તેને સજા આપવામાં આવી હતી.

ahmedabad
ahmedabad

આ પણ વાંચો : Gujarat Election : ભાજપે નિરીક્ષકોની યાદી કરી જાહેર, ઉમેદવારોની પસંદગીને લઈને હવે..

Back to top button