અમદાવાદ, 12 જુલાઈ 2024, શેલા વિસ્તારમાં શાંતિ એશિયાટિક સ્કૂલના એક ક્લાસમાં ગઈકાલે એસીમાં બ્લાસ્ટ થવાની ઘટના બની હતી. જેને લઈ આજે વાલીઓ સ્કૂલની બહાર એકઠા થયા છે. એસીમાં બ્લાસ્ટ બાબતે કોઈ જાણકારી ન આપવામાં આવતા વાલીઓ રોષે ભરાયા છે. બ્લાસ્ટના કારણે લાગેલી આગથી બાળકો ગભરાઈ ગયા હોવાના આક્ષેપો વાલીઓ કરી રહ્યા છે. વાલીઓનું કહેવુ છે કે, સ્કૂલના સંચાલકો આ ઘટનાને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ફાયરના સાધનો એક્સપાયર થવા હોવાનો વાલીઓએ આરોપ લગાવ્યો છે.વાલીઓએ સ્કૂલ અંદર જઈને જાતે જ ફાયરના સાધનોની તપાસ કરી છે. સ્કૂલના સંચાલકો યોગ્ય જવાબ ન આપતા હોવાનો વાલીઓનો આરોપ છે.
વાલીઓ આ ઘટનાને લઈ ચિંતિત
સ્કૂલના મેનેજમેન્ટ દ્વારા વાલીઓને કહેવામાં આવી રહ્યું છે કે, આ એક મોકડ્રીલ હતી. વાલીઓ આ ઘટનાને લઈ ચિંતિત છે. વાલીઓનું કહેવું છે કે મોકડ્રીલ હોય તો આ રીતે બીજા માળે ન થવી જોઈએ. વાલીઓને જાણ કર્યા વગર મોકડ્રીલનું આયોજન ન થવુ જોઈએ. વિદ્યાર્થીઓએ જ શિક્ષકોને જાણ કર્યાનો વાલીઓએ આરોપ લગાવ્યો છે. સ્કૂલમાં કોઈપણ મોકડ્રીલ ન થવાનો વાલીઓ આરોપ લગાવી રહ્યા છે.DEOએ જણાવ્યું હતું કે, પ્રાથમિક દ્રષ્ટિએ સ્કૂલની બેદરકારી છે. તમામ પ્રકારની ચકાસણી કરવામાં આવશે.ક્લાસરૂમ ધૂમાડાથી ભરાઈ ગયો હતો અને વિદ્યાર્થીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. જેને પગલે વાલીઓએ ડીઈઓ કચેરીએ જઈને હોબાળો મચાવ્યો હતો.
સ્કૂલ દ્વારા CCTV બતાવ્યા બાદ પણ વાલીઓમાં રોષ
વાલીઓએ શાળામાં હોબાળો કરતા પોલીસ પણ પહોંચી ગઈ. ત્યારે શાળાએ વાલીઓને CCTV બતાવવા માટે ખાતરી આપી છે. વાલીઓએ ખુલ્લા સ્થળમાં પ્રોજેક્ટર પર CCTV બતાવવાની માગ કરી છે. શાળા તરફથી વાલીઓને યોગ્ય સહકાર અપાઈ રહ્યો નથી. શાળા સંચાલકો મીડિયાથી પણ દૂર ભાગી રહ્યા છે. શાળા તરફથી હજુ સુધી કોઈ જવાબ અપાયો નથી.સ્કૂલ દ્વારા CCTV બતાવ્યા બાદ પણ વાલીઓમાં રોષ છે. વાલીઓએ આક્ષેપ કર્યો કે સ્કૂલે અધૂરા CCTV બતાવ્યા છે. વાલીઓએ કહ્યું કે આ મોકડ્રીલ નહીં પરંતુ આગની ઘટના હતી. વાલીઓએ કહ્યું કે સમગ્ર મામલે શાળા સંચાલકો ખુલાસો કરે, શાળા ખુલાસો નહીં કરે ત્યાં સુધી બાળકોને સ્કૂલે નહીં મોકલીએ.
આ પણ વાંચોઃ3 અને 6 સિવાયના તમામ વર્ગો માટે, અભ્યાસક્રમ – પાઠયપુસ્તકોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી