અમદાવાદનો એસજી હાઈવે અને સિંધુ ભવન જાણે કે નબીરાઓ માટે રેસિંગ ટ્રેક બન્યો
- નબીરાઓએ ગાડીઓ સાથે સ્ટંટ કરતો વીડિયો બનાવ્યો
- આખો રસ્તો બ્લોક કરીને એક સાથે કાર પુરઝડપે ચલાવી
- નબીરાઓને પોલીસનો કોઇ ડર ન હોય તેમ ટ્રાફિક પોલીસની હાજરીમાં વીડિયો બનાવ્યો
અમદાવાદનો એસજી હાઈવે અને સિંધુ ભવન જાણે કે નબીરાઓ માટે રેસિંગ ટ્રેક બન્યો છે. નબીરાઓએ 10 કારના કાફ્લા સાથે રસ્તો બ્લોક કર્યો હતો. જેમાં નબીરાઓને રોકવા સામે ડ્રાઈવ માત્ર કાગળ પર દોડતી હોવાનો ઘાટ જોવા મળ્યો છે જેમાં ક્રાઇમ બ્રાન્ચે બેની અટકાયત કરી છે. જેમાં એસ.જી.હાઇવે અને વૈષ્ણોદેવી પાસે 8 થી 10 કારના કાફ્લા સાથે નબીરાઓએ વીડિયો બનાવી વાઇરલ કર્યો હતો.
આ પણ વાંચો: વિકસિત ગુજરાત-2047નો રોડમેપ તૈયાર કરવામા દેશમા ગુજરાત મોખરે: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ
આખો રસ્તો બ્લોક કરીને એક સાથે કાર પુરઝડપે ચલાવી
અમદાવાદના એસજી હાઈવે અને સિંધુ ભવન જાણે કે નબીરાઓ માટે રેસિંગ ટ્રેક બની ગયો છે અવારનવાર અહીયા કાર રેસ, કાર સ્ટંટના દ્શ્યો સામાન્ય બની ગયા છે ત્યારે વધુ એક વાઈરલ વીડીયોએ ટ્રાફિક પોલીસના ચેકિંગના દાવાને પોકળ સાબિત કરી દીધા છે. એસ.જી.હાઇવે અને વૈષ્ણોદેવી પાસે 8 થી 10 કારના કાફ્લા સાથે નબીરાઓએ વીડિયો બનાવી વાઇરલ કર્યો હતો. જેમાં આખો રસ્તો બ્લોક કરીને એક સાથે કાર પુરઝડપે ચલાવી રહ્યાં છે. આટલું જ નહિ નબીરાઓને પોલીસનો કોઇ ડર ન હોય તેમ ટ્રાફિક પોલીસની હાજરીમાં પસાર થઈ રહ્યા છે. હવે આ વીડિયો વાઈરલ થતા હંમેશની જેમ ટ્રાફ્કિ પોલીસે તપાસ શરૂ કરી છે.
નબીરાઓએ ગાડીઓ સાથે સ્ટંટ કરતો વીડિયો બનાવ્યો
તાજેતરમાં જ ગાંધીનગરમાં નબીરાઓએ ગાડીઓ સાથે સ્ટંટ કરતો વીડિયો બનાવી વહેતો કર્યો હતો જે બાદ પોલીસે કાર્યવાહી કરી હતી. આવો જ એક વીડિયો અમદાવાદમાં વાઈરલ થતાની સાથે જ લોકોમાં ચર્ચાનુ કારણ બની ગયો છે. છાશવારે રોંગ સાઈડ, હેલમેટ નહી પહેરવાના, બ્લેક ફિલ્મો વાળી કારને રોકીને દંડ કરવા વાળી ટ્રાફિક પોલીસ આવા નબીરાઓ સામે નત મસ્તક થઈ રહી છે. વીડિયો વાયરલ થયાના 48 કલાક બાદ શહેર ટ્રાફ્કિ પોલીસના ધ્યાનમાં આવ્યો છે પણ હજુ સુધી તપાસ જ કરી રહ્યા છે.આ અંગે તપાસ કરતા ક્રાઇમ બ્રાન્ચે બે લોકોની ધરપકડ કરી લીધી છે.