અમદાવાદગુજરાતટ્રાવેલનેશનલબિઝનેસયુટિલીટી

અમદાવાદના સરદાર પટેલ વિમાનમથકે જીત્યો 23મો ગ્રીનટેક એન્વાયરમેન્ટ એવોર્ડ

Text To Speech
  • પર્યાવરણ સંરક્ષણમાં પરિણામલક્ષી પહેલોને શ્રેષ્ઠ સન્માન     

 અમદાવાદ, નવેમ્બર 27, 2023: – સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) ને 23મો વાર્ષિક ગ્રીનટેક એન્વાયર્નમેન્ટ એવોર્ડ 2023 એનાયત થયો છે. ગ્રીનટેક ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ પ્રતિષ્ઠિત એવોર્ડ પર્યાવરણીય શ્રેષ્ઠતા કેટેગરીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ આપવામાં આવ્યો છે. વેસ્ટ રિસાયક્લિંગની પ્રેક્ટિસ, વોટર મેનેજમેન્ટ, ઊર્જા કાર્યક્ષમતા અને ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં ઘટાડામાં એરપોર્ટના શ્રેષ્ઠ યોગદાનને કારણે આ સન્માન પ્રાપ્ત થયું છે.

ગ્રીનટેક એન્વાયર્નમેન્ટ એવોર્ડ એવી અસાધારણ વ્યક્તિઓ, ટીમો, એકમો, પ્રોજેક્ટ્સ અને સંસ્થાઓને નવાજે છે જેમણે પર્યાવરણ સંરક્ષણમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હોય. આ એવોર્ડ તેમના સમર્પણ, વ્યાવસાયીકરણ અને ઇકોસિસ્ટમ પર સકારાત્મક અસર કરતી પરિણામલક્ષી પહેલોને નવાજે છે.

જમ્મુ-કાશ્મીરમાં 24મી નવેમ્બર 2023ના રોજ આયોજિત એવોર્ડ સમારંભમાં SVPI એરપોર્ટને આ પ્રતિષ્ઠિત પર્યાવરણીય શ્રેષ્ઠતા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ માન્યતા SVPI એરપોર્ટની ઓપરેશનલ ધોરણોને ઉન્નત કરવા, ટકાઉપણું વધારવા તેમજ પર્યાવરણ પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાને પ્રદર્શિત કરે છે.

પર્યાવરણીય શ્રેષ્ઠતા પ્રત્યેના ઉચ્ચ સમર્પણને પ્રકાશિત કરતી આ સિદ્ધિ માટે SVPI એરપોર્ટ ખૂબ જ ગર્વ અનુભવે છે. આ માન્યતા એરપોર્ટને સતત સુધારણા માટે પ્રયત્નશીલ રહેવા, શ્રેષ્ઠ પદ્ધતિઓ અપનાવવા અને વધુ ટકાઉ ઉડ્ડયન યોગદાન આપતી નવીન વ્યૂહરચનાઓનો અમલમાં કરવા પ્રેરિત કરશે.

આ પણ વાંચોઃ 97 વર્ષના દાદીનું પરાક્રમ જોઈ આનંદ મહિન્દ્રા બોલી ઉઠયા : આ મારા હીરો છે

Back to top button