અમદાવાદગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

અમદાવાદના નવા પોલીસ કમિશનર જી એસ મલિક આજે સંભાળશે ચાર્જ

Text To Speech

ગૃહ વિભાગ દ્વારા બે દિવસ પહેલા જ 70 આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ પોલીસ કમિશનર તરીકે જી.એસ.મલિકની નિમણુંક કરવામા આવી છે. ત્યારે અમદાવાદના નવા પોલીસ કમિશનર જીએસ મલિક આજે સાંજે 4:30 કલાકે ચાર્જ સંભાળશે તેવી વિગતો સામે આવી છે.

જીએસ માલિક આજે સંભાળશે ચાર્જ

ગુજરાતમાં થોડા દિવસ પહેલા 70 આઇપીએસ અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. જેમાં જી.એસ.મલિક અમદાવાદના પોલીસ કમિશનર બનાવાયા છે. અમદાવાદના પોલીસ કમિશનર નિવૃત્ત થયા બાદ અમદાવાદમાં પણ પોલીસ કમિશનર તરીકે પ્રેમવેરસિંગને ચાર્જ સોંપવામાં આવ્યો હતો, ત્યારે હવે અમદાવાદ પોલસી કમિશનર તરીકે જ્ઞાનેદ્રસિંઘ મલિકની નિમણૂક કરવામાં આવી છે. IPS જ્ઞાનેન્દ્રસિંહ મલિકને દિલ્હી ડેપ્યુટેશનથી બદલી કરીને અમદાવાદ પોલીસ કમિશનર બનાવામાં આવ્યા છે. ત્યારે એડિશનલ ડી જી સીઆઈએસએફ તરીકે શુક્રવારે ચાર્જ છોડ્યા પછી આજે બપોરે દિલ્હીથી અમદાવાદ આવી સાંજે ચાર્જ સંભાળશે. જાણકારી મુજબ આસામ મણીપુર બંદોબસ્તમાં ગયેલા જીએસ મલિકને ત્વરિત અમદાવાદ જવા મળેલી સૂચનાને પગલે મણીપુરની ટ્રીપ રદ કરી તેઓ સીધા અમદાવાદ આવશે.

જી.એસ.મલિક-humdekhengenews

જાણો કોણ છે જ્ઞાનેન્દ્રસિંહ મલિક?

જ્ઞાનેન્દ્રસિંહ મલિક એક ક્લીન અને મેચ્યોર છબી ધરાવતા પોલીસ કમિશનર છે. તેઓ થોડા સમય પહેલાં સેન્ટ્રલ ડેપ્યુટેશન પર હતા. તેઓ ડેપ્યુટેશન પૂર્ણ કરીને પરત આવ્યા ત્યારથી લીવ રિઝર્વમાં હતા અને એમના નામની ચર્ચા હતી. અમદાવાદ શહેરને હવે ત્રણ મહિના બાદ કાયમી પોલીસ કમિશનર મળ્યા છે, તેઓ આજે પોલીસ કમિશનરનો ચાર્જ સંભાળશે.

આ પણ વાંચો : breaking news : ગુજરાતથી મુંબઈ જતી ટ્રેનમાં ફાયરિંગ, પોલીસકર્મી સહિત 4 લોકોના મોત

Back to top button