અમદાવાદ, 09 ઓગસ્ટ 2024, શહેરમાં આશ્રમ રોડ ખાતે આવેલી માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં સ્ટ્રક્ચર સ્ટેબીલિટી માટે GARI અને R&B નો રિપોર્ટ સામે આવતા DEO કચેરી ખાતે વાલીઓ સાથે યુથ કોંગ્રેસ અને NSUIના કાર્યકર્તાઓએ પહોંચીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આ રિપોર્ટ ફરીથી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી. શહેરની માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. જેમાં સ્કૂલનું સ્ટ્રક્ટર નબળું હોવાથી વિદ્યાર્થીઓને બેસવા યોગ્ય નથી.
GARI અને R&B નાં રીપોર્ટમાં 89.47% શાળા ભયજનક
કોંગ્રેસ પ્રદેશ પ્રવકતા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે 29 જુલાઈના રોજ માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં સ્ટ્રક્ચર સ્ટેબીલિટી માટે GARI અને R&Bના રીપોર્ટમાં શાળા 89.47 ટકા ભયજનક હોવાનું જણાવવામાં આવ્યું છે. ત્યારે 500થી 600 વિદ્યાર્થીઓને અન્ય શાળાએ ખસેડવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. વિદ્યાર્થીઓને બે શિફ્ટમાં બોલાવવા માટે જણાવવામાં આવ્યું છે. આ અગાઉ બે વર્ષ પહેલા વાલીઓને કહેવામાં આવ્યું હતું કે શાળાનું સમારકામ કરવામાં આવશે પરંતુ આજ સુધી કોઈ પણ પ્રકારનું સમારકામ સ્કૂલમાં થયું નથી.તાત્કાલિક ધોરણે આ બિલ્ડીંગ ને જર્જરીત જાહેર કરીને વૈકલ્પિક સુવિધા કર્યા વગર ખાલી કરવાનો નિર્ણય કરાયો છે.
વિદ્યાર્થિનીઓના અભ્યાસ ઉપર ગંભીર અસર થઈ રહી છે
NSUIના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયા આ બાબતે જણાવ્યું હતું કે, સ્કૂલના બિલ્ડિંગનો જે સરકારી શાખા દ્વારા રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે તેમાં ગડબડ હોય શકે છે. આથી આ રિપોર્ટ ફરી એકવાર કરાવવામાં આવે અને અમદાવાદ શહેરની જ વાત કરવામાં આવે તો માઉન્ટ કાર્મેલ સ્કૂલ કરતા પણ જૂની યુનિવર્સિટી અને કોલેજના બિલ્ડિંગ છે. કેટલાક બ્રિજ પણ તેના કરતા પણ જૂના છે તો તેનો રિપોર્ટ કેમ કરવામાં આવતો નથી. સાબિત કર્યા બાદ વિદ્યાર્થિનીઓનું ભવિષ્ય જોખમમાં છે અને તેઓ સતત ચિંતામાં રહે છે કે, તેઓ હવે તેમની મિત્ર સાથે અભ્યાસ કરી શકશે કે નહીં. આથી આ સમગ્ર બાબતમાં વિદ્યાર્થિનીઓના અભ્યાસ ઉપર ગંભીર અસર થઈ રહી છે.
આજે વાલીઓ દ્વારા વાંધા અરજી આપવામાં આવી
આ અંગે અમદાવાદ DEO રોહિત ચૌધરીએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, સ્ટ્રક્ચર સ્ટેબીલિટી માટે પ્રાઇવેટ એન્જિનિયરનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો જેના કારણે અમે અમારા કાર્યપાલક એન્જિનિયર R&B વિભાગને રજૂઆત કરી હતી કે, ખરેખર બિલ્ડીંગ બેસવા લાયક છે કે નહીં જેનો રિપોર્ટ કરવા માટે જણાવવામાં આવ્યું હતું. પ્રાથમિક દ્રષ્ટિએ બિલ્ડીંગ બેસવા માટે યોગ્ય છે તેવું જણાવવામાં આવ્યું હતું. વધુમાં અમારા R&B વિભાગને આગળ વધુ તપાસ કરવા માટે જણાવવામાં આવ્યું હતું. વધુમાં આરએનબી વિભાગને પત્ર લખી રિપોર્ટ કરી રજૂ કરવા માટે જણાવવામાં આવ્યું હતું જેના રિપોર્ટમાં આ બિલ્ડીંગ 89.47 ટકા ભયજનક તેવું હાલ સામે આવ્યું છે. જેના કારણે આજે વાલીઓ દ્વારા વાંધા અરજી આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ સરકારી સ્કૂલના શિક્ષિકા ચાલુ ફરજે 8 વર્ષથી અમેરિકામાં રહે છે, ગ્રીનકાર્ડ પણ મેળવી લીધું