અમદાવાદની જીવાદોરી બની જીવલેણ ! નદીની સાફ-સફાઈનો દાવો પોકળ સાબિત થયો
અમદાવાદની જવાદોરી ગણાતી સાબરમતી નદી જીવલેણ બની હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે. સાબરમતી નદી પ્રદુષિત થઈ રહી છે. નદીમાં લીલ જામી જવાના કારણે નદીના પાણીનો કલર બદલાયો છે. તેમજ આ પાણીમાંથી દુર્ગંધ પણ આવી રહી છે.
સાબરમતી નદીનું પાણી બન્યું જીવલેણ
એક તરફ અમદાવાદની સાબરમતી નદીના શુદ્ધીકરણની મોટી મોટી વાતો કરવામા આવી રહી છે. ત્યારે આ વચ્ચે વાસ્તવિકતા તો કંઈક અલગ જ છે. પ્રદુષણને કારણે સાબરમતી નદીની હાલત દિવસેને દિવસે દયનીય બનતી જઈ રહી છે. હાલ સાબરમતી નદીના બંને છેડે લીલનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. જેના કારણે નદીના પાણીનો કલર બદલાયો છે. તેમજ આ પાણીમાંથી દુર્ગંધ પણ આવી રહી છે. જેથી હવે સાબરમતીનું પાણી પીવાલાયક નથી રહ્યું.
CPCBના રિપોર્ટમાં થયો હતો ખુલાસો
અત્રે ઉલ્લેખનીય છે કે , ગત ફેબ્રુઆરી મહિનામાં સાબરમતી નદીને લઇ CPCBના રિપોર્ટમાં પણ ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ રીપોર્ટમાં સૌથી વધુ પ્રદૂષિત નદીઓમાં ગુજરાતની સાબરમતિ નદી બીજા ક્રમે હોવાનો ઉલ્લેખ કરવામા આવ્યો હતો.
સફાઈ માટે કરોડોનો ખર્ચ છતા આ સ્થિતિ
અમદાવાદની સાબરમતી નદીમાં અનેક કેમિકલ કંપનીઓ પણ પાણી ટ્રીટમેન્ટ વિના સીધું ઠાલવી રહી છે.જેના કારણે આજે નદીમાં શુદ્ધ નહીં પરંતુ ગંદુ પાણી વહી રહ્યું છે.કેમિકલને કારણે નદી પ્રદૂષિત થઈ ગઈ છે. સાબરમતી નદીની સફાય માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામા આવે છે તેમ છતાં પણ સાબરમતીની આવી દયનીય સ્થિતી કેમ છે તે અંગે સવાલ ઉભા થઈ રહ્યા છે.
આ પણ વાંચો : પંચમહાલ : પાવાગઢ દર્શને આવતાં દર્શનાર્થીઓને નડ્યો અકસ્માત, 10 વ્યાકિતઓ ઈજાગ્રસ્ત