ગુજરાતમાં આવેલા સુપ્રસિદ્ધ અંબાજી મંદિર ખાતે માં અંબેના ચરણોમાં સોનાની પાદુકા અર્પણ કરવામાં આવી. જય ભોલે ગ્રુપ, અમદાવાદ દ્વારા માં અંબાને સોનાની ચરણ પાદુકા અર્પણ કરાઈ. 231 ગ્રામ એટલે કે 23 તોલા સોનામાંથી માં અંબાની ચરણ પાદુકા તૈયાર કરવામાં આવી છે.
રૂ. 11 લાખ 41 હજારની પાદુકા માં અંબાના ચરણોમાં અર્પણ
અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારના જય ભોલે ગ્રુપ દ્વારા રૂ. 11 લાખ 41 હજારની સોનાની 23 તોલાની પાદુકાઓ મા અંબાને ભેટ ધરવામાં આવી હતી. જ્યારે ભક્તો અંબાજી મંદિરમાં દર્શન માટે આવ્યા ત્યારે 52 ગજની ધજા મા અંબેના જય ઘોષ સાથે મંદિરના શિખરે ચઢાવી હતી. ભોલેનાથ ગ્રુપ દ્વારા મા અંબાને અર્પણ કરવામાં આવેલી સોનાની પાદુકા અંબાજી મંદિર ખાતે ટેમ્પલ ઇન્સ્પેક્ટરને આપવામાં આવી હતી.